KKR vs GT: રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે કોલકાતાને 8 રને હરાવ્યું
IPLમાં આજે બપોરે ગુજરાત ટાઇટન્સ (GT)નો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથે થશે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના રોમાંચક મુકાબલમાં ગુજરાતે કોલકાતાને 8 રને હરાવ્યું છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન કર્યા હતા. આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. કોલકાતની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 148 રન બનાવી શકી હતી.
કોલકાતાની ટીમે 13.2 ઓવરમાં 98 રન બનાવી 5 વિકેટ ગુમાવી દિધી છે. કોલકાતાને જીત માટે 40 બોલમાં 59 રનની જરુર છે. વેંકટેશ અય્યર અને આંદ્રે રસેલ બંને હાલ રમતમાં છે.
કોલકાતાની ટીમની ખરાબ શરુઆત થઈ છે. 50 રનની અંદર કોલકાતાની ટીમે 4 વિકેટ ગુમાવી દિધી છે. શ્રેયસ અય્યર માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. હાલમાં રિંકુ સિંહ અને વેંકટેશ અય્યર રમતમાં છે.
કોલકાતાના નાઈટ રાઈડર્સને વધુ એક ઝટકો લાગ્યો છે. નિતિશ રાણા માત્ર 2 રન બનાવીને આઉટ થયો છે. શ્રેયસ અય્યર 12 રન બનાવી રમતમાં છે. કોલકાતાની ટીમે 5.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની નબળી શરુઆત થઈ છે. શમીએ શાનદાર બોલિંગ કરતા કોલકાતાને શરુઆતમાં બે ઝટકા આપ્યા છે. સેમ બિલંગ્સ 4 અને નરિન 5 રન બનાવીને આઉટ થયા છે.
ગુજરાતે કોલકાતાને જીતવા માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી.
ગુજરાત ટાઈટન્સે શાનદાર શરુઆત કરતા ટીમનો સ્કોર 70 રનને પાર પહોંચાડી દિધો છે. હાર્દિક પંડ્યા ખૂબ જ શાનદાર ઈનિંગ રમી રહ્યો છે. ટીમનો સ્કોર 10 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 78 રન થયો છે.
ગુજરાત ટાઈટન્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. શુભમન ગિલ માત્ર 7 રન બનાવીને આઉટ થયો છે. હાર્દિક પંડ્યા અને સહા હાલ રમતમાં છે.
IPLમાં આજે બપોરે ગુજરાત ટાઇટન્સ (GT)નો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથે થશે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રેકગ્રાઉન્ડ
IPLમાં આજે બપોરે ગુજરાત ટાઇટન્સ (GT)નો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથે થશે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. છેલ્લી મેચમાં ન રમનાર કેપ્ટન પંડ્યા આ મેચમાં રમી રહ્યો છે. ગુજરાતની ટીમમાંથી ઓલરાઉન્ડર વિજય શંકરને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે. બીજી તરફ KKRમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ સાઉથી, રિંકુ સિંહ અને સેમ બિલિંગ્સને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે. શેલ્ડન જેક્સન, એરોન ફિન્ચ અને પેટ કમિન્સને બાકાત રાખવામાં આવ્યા છે.
KKR તેની 7 મેચમાંથી 4 હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. આ ટીમ IPL 2022માં સારી શરૂઆત જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. KKR આ IPLની પ્રથમ ચાર મેચમાંથી 3 મેચ જીતી હતી. જોકે ટીમ માટે સારી વાત એ છે કે કેપ્ટન શ્રેયસ અય્યર મજબૂત ફોર્મમાં છે. એરોન ફિન્ચ પણ છેલ્લી મેચમાં શાનદાર લયમાં જોવા મળ્યો હતો. ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ અને પેટ કમિન્સે પણ આ IPLમાં પોતાની બેટિંગની ક્ષમતા બતાવી છે. ઉમેશ યાદવ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જો કે ટીમને પણ અનેક મોરચે સંઘર્ષ કરવો પડે છે. નીતિશ રાણા, વેંકટેશ અય્યર અને શેલ્ડન જેક્સનનો બેટિંગમાં કોઈ સપોર્ટ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -