પુણેઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ સતત ચાર મેચ હાર્યા બાદ પ્લે ઓફની રેસમાં રહેવા માટે તમામ પ્રયાસો કરશે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ હૈદરાબાદ માટે મહત્વની રહેશે. જો હૈદરાબાદ આ મેચમાં હારશે તો તેની પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર થઇ જશે. હૈદરાબાદના 11 મેચમાંથી 10 પોઈન્ટ છે અને તેમને પ્લેઓફની રેસમાં રહેવા માટે બાકીની ત્રણ મેચ જીતવી પડશે.


કોલકત્તાના 12 મેચમાંથી 10 પોઈન્ટ છે અને તે આઇપીએલમાંથી બહાર થવાના આરે છે. કોલકત્તાની ફક્ત બે મેચ બાકી છે. એક જીતથી તેઓ માત્ર 14 પોઈન્ટ સુધી લઈ જશે જે પ્લેઓફમાં પહોંચવા માટે પર્યાપ્ત નહીં હોય કારણ કે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) 12 મેચમાં 14 પોઈન્ટ ધરાવે છે. અગાઉની મેચોમાં સનરાઇઝર્સની હારનું મુખ્ય કારણ તેમના મુખ્ય બોલરો વોશિંગ્ટન સુંદર અને ટી નટરાજનની ઇજા છે.


હૈદરાબાદ સામે વિરોધી ટીમે છેલ્લી ચાર મેચમાં 190થી વધુ રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ પાસે સારી બેટિંગ લાઇનઅપ છે. પરંતુ કેપ્ટન કેન વિલિયમસનને વધુ જવાબદારી નિભાવવી પડશે. તેણે અત્યાર સુધી માત્ર એક ફિફ્ટી ફટકારી છે. અભિષેક શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી છે પરંતુ આ યુવા બેટ્સમેન ઇનિંગ્સને સંભાળી શક્યો નથી.


SRHને બોલિંગમાં સુધારો કરવાની જરૂર છે


રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન અને એડન માર્કરામ પણ રન બનાવી રહ્યા છે પરંતુ સનરાઇઝર્સના બેટ્સમેનોને બોલરોના સારા પ્રદર્શનની જરૂર છે. બીજી તરફ કેકેઆરને પ્લેઈંગ ઈલેવનમાં વારંવાર ફેરફારથી ટીમના પ્રદર્શન પર અસર થઇ છે. એક રિપોર્ટ અનુસાર કમિન્સ આઇપીએલમાંથી બહાર થઇ ગયો હોવાથી કોલકત્તાને ફટકો પડ્યો છે.


 


રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો દેશ વ્યાપી ડિગ્રી સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ, 57 સ્કૂલોના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં


સુરત સિવિલના ડોક્ટરોએ અઢી વર્ષના બાળકના મોતિયાની કરી સફળ સર્જરી,1 લાખ બાળકે એકમાં જોવા મળે છે આ સમસ્યા


યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ


મોનાલિસાનો સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતો બૉલ્ડ વીડિયો વાયરલ, કેપ્શનમાં લખ્યુ એવુ કે ફેન્સ રહી ગયા દંગ.........


Video: RCB vs PBKS: રજત પાટીદારે ફટકારી 102 મીટર લાંબી સિક્સ, મેચ જોવા આવેલા વૃદ્ધના માથા પર વાગ્યો બોલ