LSG vs GT Score : લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાતને 33 રને હરાવ્યું, લગાવી જીતની હેટ્રિક

IPL 2024 ની 21મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

abp asmita Last Updated: 07 Apr 2024 11:20 PM
LSG vs GT Live: લખનૌએ જીતની હેટ્રિક ફટકારી

લખનૌ સુપરજાયન્ટ્સે યશ ઠાકુરની પાંચ વિકેટ અને કૃણાલ પંડ્યાની ત્રણ વિકેટની મદદથી ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. IPLમાં ગુજરાત સામે લખનૌની આ પ્રથમ જીત છે. લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને માર્કસ સ્ટોઈનિસની 43 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રનની ઈનિંગની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 163 રન બનાવ્યા. જવાબમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શને ગુજરાતને સારી શરૂઆત અપાવી હતી અને બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 54 રન જોડ્યા હતા, પરંતુ શુભમનના આઉટ થયા બાદ  ટીમે 130 રન બનાવ્યા હતા. 

LSG vs GT Live: રાશિદ ખાતું ખોલાવ્યા વિના આઉટ

યશ ઠાકુરે ખાતું ખોલાવ્યા વિના રાશિદ ખાનને આઉટ કરીને ગુજરાતને સાતમો ઝટકો આપ્યો છે. ગુજરાતની ટીમ અત્યાર સુધી 100 રન પણ પુરા કરી શકી નથી. આ મેચમાં યશ ઠાકુરની આ ત્રીજી વિકેટ છે.

LSG vs GT Live: કેન વિલિયમસન આઉટ

સ્પિનર ​​રવિ બિશ્નોઈએ લખનૌ સુપરજાયન્ટ્સને બીજી સફળતા અપાવી છે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા કેન વિલિયમ્સન પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો છે. વિલિયમસન પાંચ બોલમાં એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 

LSG vs GT Live: શુભમન ગિલ આઉટ

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ આઉટ થયો છે. યશ ઠાકુરે લખનૌ સુપરજાયન્ટ્સને પ્રથમ સફળતા અપાવી. યશે ગિલને બોલ્ડ કર્યો. ગિલ 21 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. 

LSG vs GT Live: ગુજરાતની ઇનિંગ શરૂ

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ શરૂ થઇ ગઇ છે અને કેપ્ટન શુભમન ગિલ અને સાઇ સુદર્શન ક્રિઝ પર છે. બંને બેટ્સમેનોએ ઝડપી રમત રમી અને બે ઓવરના અંતે કોઈપણ નુકશાન વિના 18 રન બનાવ્યા.

લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાતને આપ્યો 164 રનનો ટાર્ગેટ

લખનઉ સુપર જાયન્ટ્સે  પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 163 રન બનાવ્યા છે. લખનઉ તરફથી સ્ટોઈનીસે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રાહુલે 33 અને પૂરને નોટ આઉટ 32 રન બનાવ્યા હતા.


 





LSG vs GT Live: લખનઉની ટીમે 54 રન બનાવ્યા

કેપ્ટન કેએલ રાહુલ અને માર્કસ સ્ટોઇનિસે ગુજરાત ટાઇટન્સ સામે શરૂઆતી આંચકાઓ બાદ ટીમનો સ્કોર આગળ વધાર્યો છે.  બંને બેટ્સમેન ક્રિઝ પર ટકી રહ્યા છે અને સાથે મળીને ટીમનો સ્કોર 50થી આગળ લઈ ગયો છે. પાવરપ્લે દરમિયાન ઝડપી બોલર ઉમેશ યાદવે ગુજરાતને બે સફળતા અપાવી હતી. લખનૌએ સાત ઓવરના અંતે બે વિકેટે 54 રન બનાવ્યા છે.

LSG vs GT Live: પડિક્કલ પેવેલિયન પરત ફર્યો

ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખીને લખનઉ સુપરજાયન્ટ્સને બીજો ઝટકો આપ્યો છે. દેવદત્ત પડિક્કલને આઉટ કરીને ઉમેશે ટીમને વધુ એક સફળતા અપાવી હતી. પડિક્કલ સાત બોલમાં સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે. આ પહેલા ઉમેશે તેની પ્રથમ ઓવરમાં ડી કોકને આઉટ કર્યો હતો. 

LSG vs GT Live: ડિકોક આઉટ

ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપરજાયન્ટ્સ સામે શાનદાર શરૂઆત કરી છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવે પહેલી જ ઓવરમાં ટીમને સફળતા અપાવી હતી. ડી કોકે બીજા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ ચોથા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે ફરીથી તેની વિકેટ ગુમાવી દીધી હતી. ડી કોક ચાર બોલમાં છ રન બનાવીને આઉટ થયો હતો. 

LSG vs GT લાઇવ સ્કોર: લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઈલેવન

લખનઉ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, મયંક યાદવ.

GT vs LSG લાઇવ સ્કોર: ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), શરથ બીઆર (વિકેટકીપર), સાઇ સુદર્શન, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, દર્શન નાલકાંડે, મોહિત શર્મા.

LSG vs GT Live: લખનઉની પ્રથમ બેટિંગ

લખનઉ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. લખનઉની ટીમે આ મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુજરાતે આ મેચ માટે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા છે. ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા ઈજાના કારણે આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. 

બ્રેકગ્રાઉન્ડ

LSG vs GT Score Live Updates: IPL 2024 ની 21મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનઉનું અત્યાર સુધી સારું પ્રદર્શન જોવા મળ્યું છે. તેણે આ સિઝનમાં 3 મેચ રમી છે અને 2 મેચ જીતી છે. ગુજરાતે 4 મેચ રમી છે અને 2 જીતી છે. જો કે આ મેચમાં ગુજરાત અને લખનઉ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. લખનઉની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 


ગત સિઝનમાં લખનૌની પિચ કંઈ ખાસ ન હતી. પરંતુ આ સિઝનમાં તેમાં ઘણો સુધારો થયો છે. બેટ્સમેનોને અહીં મદદ મળી શકે છે. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમ લખનઉ હોમ ગ્રાઉન્ડ પર રમશે. તેને આનો લાભ મળી શકે છે. લખનઉ છેલ્લી બે મેચમાં સતત જીત નોંધાવી છે. તેણે પંજાબ કિંગ્સને 21 રનથી હરાવ્યું. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 28 રને પરાજય થયો હતો. હવે આ સ્પર્ધા પણ રસપ્રદ બની શકે છે.


ગુજરાત ટાઇટન્સ ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે જે મેચ જીતવાની ક્ષમતા ધરાવે છે. આ મેચમાં શુભમન ગિલની સાથે રાશિદ ખાન પણ અજાયબી કરી શકે છે. સાઈ સુદર્શન પણ સારું પ્રદર્શન કરી શકે છે. રાહુલ તેવટિયા મેચ ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. ગુજરાતે આ સિઝનમાં બે મેચ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેણે મુંબઈ અને હૈદરાબાદને હરાવ્યા હતા. ચેન્નાઈ અને પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.