પુણે: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે મેચ રમાશે. એક મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ટકરાશે. પ્લે ઓફની રેસમાં રહેવા કોલકત્તા માટે આજની મેચ મહત્વની છે. બીજી તરફ લખનઉની ટીમ શાનદાર ફોર્મમાં છે. ટીમનો કેપ્ટન કેએલ રાહુલથી કોલકત્તાએ સાવચેત રહેવું પડશે.  રાહુલની શાનદાર બેટિંગના કારણે લખનઉએ 10માંથી સાત મેચ જીતી છે અને તે 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.


બીજી તરફ કોલકત્તાએ પ્લે ઓફની રેસમાં રહેવું હશે તો આ મેચ કોઇ પણ ભોગે જીતવી જ પડશે. કોલકત્તાએ 10 મેચમાંથી ચાર જીતથી આઠ પોઈન્ટ ધરાવે છે અને હાલમાં તે આઠમા સ્થાને છે. રાહુલ અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે 10 મેચોમાં 451 રન બનાવ્યા છે જેમાં બે સદી અને અર્ધસદીનો સમાવેશ થાય છે.


ક્વિન્ટન ડી કોક, આયુષ બદોની, દીપક હુડા અને કૃણાલ પંડ્યા ફોર્મમાં છે. આ સિવાય ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ અને જેસન હોલ્ડરનું પ્રદર્શન પણ ઘણું મહત્ત્વનું રહેશે. તે સિવાય મોહસિન ખાન, દુષ્મંથા ચમીરા, હોલ્ડર અને પંડ્યાએ સારુ પ્રદર્શન કરવું પડશે.


 કોલકત્તા માટે ઓપનિંગ ચિંતાનો વિષય છે. કોલકત્તાએ અત્યાર સુધી ઓપનિંગમાં અનેક જોડી અજમાવી પરંતુ એક પણ સફળ થઇ શકી નથી. એરોન ફિન્ચ અને બાબા ઇન્દ્રજીત ફરી ઓપનિગ કરી શકે છે. કેપ્ટન શ્રેયસ અય્યરે 10 મેચમાં 324 રન બનાવ્યા છે.  નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલે સારુ પ્રદર્શન કરવું પડશે.


લખનઉ સુપર જાયન્ટ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ક્વિન્ટન ડિકોક, કેએલ રાહુલ, દીપક હુડા, માર્ક્સ સ્ટોઇનિસ, આયુષ બડોની, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, જેસન હોલ્ડર, દુષ્મંથા ચમીરા, મોહસિન ખાન, રવિ બિશ્નોઇ


કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


એરોન ફિંચ/ વેંકટેશ ઐય્યર, બાબા ઇન્દ્રજીત, શ્રેયસ ઐય્યર, નીતિશ રાણા, રિંકૂ સિંહ, સુનીલ નરેન, આંદ્રે રસેલ, ટીમ સાઉથી, શિવમ માવી, અનુકુલ રોય, ઉમેશ યાદવ


 


 


રણવીર અને નોરાના ડાન્સની ધમાલ, બન્નેએ સાથે ડાન્સ કરીને ઇન્ટરનેટ પર લગાવી દીધી આગ, જુઓ Video...........


Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત


kim Sharma-Leander Paes: લિએન્ડર પેસ અને અભિનેત્રી કિમ શર્મા  ટૂંક સમયમાં લગ્ન કરે તેવી શક્યતા ?


Reliance Q4 Results: રિલાયન્સ 100 બિલિયન ડોલરની આવક પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કંપની બની, ચોથા ક્વાર્ટરમાં રૂ.16,203 કરોડનો નફો