IPL 2022 Orange and Purple Cap: IPLની આ સિઝનમાં ઓરેન્જ અને પર્પલ કેપ પર રાજસ્થાન રૉયલ્સના ખેલાડીઓનો કબજો બરકરાર છે. રાજસ્થાન રૉયલ્સનો ઓપનર બેટ્સમેન જૉસ બટલર IPLની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. આ સિઝનમાં બીજા અઠવાડિયાથી જ ઓરેન્જ કેપ પર તેને કબજો જમાવી દીધો છે. તે આ સિઝનમાં ત્રણ સદી પણ ફટાકરી ચૂક્યો છે. 

વળી બીજીબાજુ રાજસ્થાનનો જ ખેલાડીઓ યુજવેન્દ્ર ચહલ ફૂલ ફોર્મમાં છે, ચહલે આ સિઝનમાં બૉલિંગમાં કમાલ કરતા પર્પલ કેપ પર કબજો જમાવી રાખ્યો છે. આઇપીએલની સિઝન 15માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપ બન્ને પર રાજસ્થાનનો દબદબો છે, એટલુ જ નહીં પૉઇન્ટ ટેબલમાં પણ રાજસ્થાન રૉયલ્સ સતત ટૉપ 4માં ટકેલી છે. 

ઓરેન્જ કેપ - આઇપીએલ 2022

પૉઝિશન બેટ્સમેન મેચ રન બેટિંગ એવરેજ સ્ટ્રાઇક રેટ
1 જૉસ બટલર 10 588 65.33 150.76
2 કેએલ રાહુલ 10 451 56.38 145.01
3 શિખર ધવન 10 369 46.13 124.66
4 ડેવિડ વૉર્નર 8 356 59.33 156.82
5 હાર્દિક પંડ્યા 11 333 41.63 134.27

પર્પલ કેપ - આઇપીએલ 2022