MI vs RCB Score : મુંબઈએ IPLમાં બીજી જીત નોંધાવી, બેંગલુરુને સાત વિકેટે હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો છે. મુંબઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  

abp asmita Last Updated: 11 Apr 2024 11:18 PM
મુંબઈની સાત વિકેટથી જીત

આરસીબીએ મુંબઈ સામે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા અને મુંબઈને જીત માટે 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.  જવાબમાં મુંબઈનો સાત વિકેટે વિજય થયો હતો.

MI vs RCB લાઈવ સ્કોર: સૂર્યકુમાર યાદવે 17 બોલમાં અડધી સદી ફટકારી

મુંબઈ ઈન્ડિયન્સ ઝડપથી જીત તરફ આગળ વધી રહ્યું છે. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવ વિસ્ફોટક પ્રદર્શન કરતા જોવા મળે છે. તેણે માત્ર 17 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. 13 ઓવર પછી ટીમનો સ્કોર 169/2 છે.

MI vs RCB લાઈવ સ્કોર: મુંબઈને પહેલો ઝટકો લાગ્યો

મુંબઈને પહેલો ફટકો 101 રનના સ્કોર પર લાગ્યો હતો. આકાશ દીપે ઈશાન કિશનને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેણે 34 બોલમાં 69 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાલમાં રોહિત શર્મા 19 બોલમાં 29 રન અને સૂર્યકુમાર યાદવ એક બોલમાં બે રન બનાવીને ક્રિઝ પર છે. નવ ઓવર પછી ટીમનો સ્કોર 103/1 છે.

RCB vs MI Live Score: મુંબઈનો સ્કોર 32 રન

RCB vs MI Live Score:  રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ બેટિંગ માટે આવ્યા છે. બંને મજબૂત ફોર્મમાં છે. 4 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વગર 32 રન છે. 

RCB vs MI Live Score: RCBએ 197 રનનો લક્ષ્યાંક આપ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરી હતી. 23 બોલનો સામનો કરીને તેણે અણનમ 53 રન બનાવ્યા હતા. કાર્તિકે આ ઇનિંગમાં 5 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. રજત પાટીદારે 26 બોલમાં 50 રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે 40 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી 3 રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલ અને મહિપાલ લોમરોર શૂન્ય પર આઉટ થયા હતા. આ રીતે RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા.


મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે સારી બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 21 રન આપીને 5 વિકેટ લીધી હતી. આકાશ માધવાલ, શ્રેયસ ગોપાલ અને ગેરાલ્ડ કોએત્ઝીએ એક-એક વિકેટ લીધી હતી.

MI vs RCB લાઇવ સ્કોર: ડુપ્લેસીસ આઉટ

આરસીબીનો કેપ્ટન ફાફ ડુપ્લેસીસ 61 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રિત બુમરાહ દ્વારા આઉટ થયો હતો. આ મેચમાં ડુપ્લેસિસ 61 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા આવ્યા હતા. 

RCB vs MI Live Score: RCBને મોટો ફટકો, અડધી સદીની ઇનિંગ બાદ પાટીદાર આઉટ

આરસીબીને મોટો ફટકો પડ્યો. રજત પાટીદાર 26 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. કોએત્ઝીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ફાફ ડુ પ્લેસિસ 41 રન બનાવીને રમી રહ્યો છે. આરસીબીનો સ્કોર 105 રન પર પહોંચી ગયો છે.

MI vs RCB લાઈવ સ્કોર: આઠ ઓવર પછી ટીમનો સ્કોર 67/2

આ મેચમાં RCB સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. આઠ ઓવરની રમત પૂર્ણ થઈ, ટીમે બે વિકેટ ગુમાવીને 67 રન બનાવી લીધા છે. હાલમાં ફાફ ડુપ્લેસીસ અને રજત પાટીદાર ક્રિઝ પર છે. બંને વચ્ચે સારી ભાગીદારી છે.

MI vs RCB લાઈવ સ્કોર: બુમરાહે કોહલીને પેવેલિયન મોકલ્યો

મુંબઈના ઘાતક બોલર જસપ્રિત બુમરાહે વિરાટ કોહલીને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે કિંગ કોહલીને પાંચમી વખત પેવેલિયન મોકલ્યો હતો. આ અનુભવી બેટ્સમેન આ મેચમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો. વિલ જેક્સ ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે. ત્રણ ઓવર પછી ટીમનો સ્કોર 18/1 છે.

MI vs RCB લાઈવ સ્કોર: મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. આરસીબીએ પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કર્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

MI vs RCB Live Score Updates: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો છે. મુંબઈની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.   IPL 2024ની 25મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં મુંબઈ અને બેંગ્લોરની સ્થિતિ લગભગ સમાન છે. મુંબઈ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે. બેંગ્લોર નવમા સ્થાને છે. હાર્દિક પંડ્યાની ટીમ હોમ ગ્રાઉન્ડ પર મેચ રમશે. તેને આનો લાભ મળી શકે છે.


પંડ્યાની ટીમ મુંબઈએ પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ સારી વાપસી કરી છે. તેણે છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું હતું. આ મેચમાં રોહિત શર્મા, ઈશાન કિશન અને રોમારિયો શેફર્ડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોમારિયોએ 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ખેલાડીઓ આરસીબી સામે પણ અજાયબી કરી શકે છે. જસપ્રીત બુમરાહ પણ ટીમ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.


ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપવાળી ટીમ આરસીબી માટે આ સિઝનની સફર સરળ રહી નથી. તેની પાસે ઘણા મોટા ખેલાડીઓ છે. પરંતુ ટીમ પાંચમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. RCBને ચેન્નાઈ, કોલકાતા, લખનૌ અને રાજસ્થાનથી હાર મળી છે. તેને છેલ્લી સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે તેનો સામનો વાનખેડેમાં મુંબઈ સામે થશે. વિરાટ કોહલી આ મેદાન પર પ્રદર્શન કરી શકે છે. આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે હાલમાં ટોપ પર છે. બુમરાહ આરસીબી માટે ઘાતક સાબિત થઈ શકે છે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.