IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત આગામી 26 માર્ચે થવા જઇ રહી છે. પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પીયન ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ની વચ્ચે ટક્કર થશે. આના ઠીક પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડીને કેપ્ટન ધોનીએ બધાને ચોંકાવી દીધા છે. ધોનીએ ટીમના નવા કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજાને આગળ કરી દીધો છે. જોકે, ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી છે, પરંતુ આઇપીએલમાં રમતો જરૂર દેખાશે. પરંતુ હવે ધોનીને એક જુનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થવા લાગ્યો છે. 


વાયરલ થલેલો આ વીડિયો ધોનીની કેપ્ટનશીપ અંગેનો છે, અને વર્ષ 2021માં તેને જ કહી હતી તે વાત છે. ધોનીનો આ વીડિયો આઇપીએલ 2021 સિઝનની ફાઇનલનો છે, વીડિયોમાં જોઇ શકાય છે કે ખિતાબ જીત્યા બાદ કૉમેન્ટેટર્સ હર્ષા ભોગલે ધોની સાથે વાત કરી રહ્યાં છે. 


આ દરમિયાન હર્ષા ભોગલેએ ધોનીને પુછ્યુ હતુ-  ચેન્નાઇની ટીમ માટે તમે આટલા વર્ષોથી જે બેસ્ટ કામ કર્યુ છે, તેના માટે ધન્યવાદ. તમે તમારી પાછળ એક વિરાસત મુકીને જાઓ છો. હર્ષા ભોગલેની આ વાત સાંભળીને ધોની તરત જ જવાબ આપે છે. ખરેખરમાં ધોનીને ચેન્નાઇ ટીમના કેપ્ટન તરીકે આ છેલ્લા શબ્દો હતાં, માહીએ હંસતા હંસતા કહ્યું હતુ કે, - પણ મે હજુ સુધી છોડી નથી... આ નિવેદન બાદ એ કયાસ લગાવવામાં આવી રહ્યો હતો ધોની 2022 સિઝન જરૂર રમશે, પરંતુ કેપ્ટનશીપ છોડી દેશે, એ કોઇને ખબર ન હતી. 






કેપ્ટન બન્યા બાદ સર જાડેજાએ આપી પહેલી પ્રતિક્રિયા, મહેન્દ્ર સિંહ ધોની વિશે કરી દિલ જીતી લે તેવી વાત
કેપ્ટન બન્યા બાદ રવિન્દ્ર જાડેજાએ પહેલી પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે તે કેપ્ટનશીપ મેળવીને ખુશ છે, પરંતુ તેની સામે એક પડકાર પણ છે. જાડેજાએ ધોની વિશે કહ્યું કે તેના વારસાને આગળ વધારવો પડકારજનક રહેશે. આ સાથે તેણે માહીના વખાણ પણ કર્યા હતા.


ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આઈપીએલ ટાઈટલ જીત્યા હતા. સુકાની બન્યા બાદ જાડેજાએ કહ્યું કે, સારું અનુભવું છું. માહી ભાઈએ એક વારસો સેટ કર્યો છે. મારે આને આગળ લઈ જવાનો છે. મારે કોઈપણ રીતે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેઓ મારી સાથે છે. મને જે પણ પ્રશ્નો હશે, હું માહી ભાઈ સાથે શેર કરી લઈશ. તેઓ મારા માટે પહેલા પણ  હતા અને આજે પણ છે. તેથી મને કોઈ ચિંતા નથી. તમામ શુભકામનાઓ માટે આપ સૌનો આભાર.


ધોનીએ કેપ્ટનશીપ છોડવા અંગે અગાઉ જ લઇ લીધો હતો નિર્ણય, CSKના્ સીઇઓએ કર્યો ખુલાસો
CSKના CEOએ એક સ્પોર્ટ્સ વેબસાઈટને જણાવ્યું હતું કે  'ધોનીએ પ્રેક્ટિસ સેશન પછી યોજાયેલી ટીમ મીટિંગમાં પોતાનો નિર્ણય જણાવ્યો હતો. તે ઘણા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો. ધોનીના મતે રવિન્દ્ર જાડેજા કેપ્ટનશીપ સંભાળવા માટે તૈયાર છે અને તે આ જવાબદારી નિભાવવા માટે તેના શ્રેષ્ઠ ફોર્મમાં પણ છે. ધોની હંમેશા પ્લાન પ્રમાણે જ ચાલે છે. જો તે ઇચ્છતો હોત તો વધુ એક વર્ષ માટે કેપ્ટનશીપ કરી શક્યો હોત પરંતુ તેને લાગ્યું કે આ સિઝનમાં ભાવિ કેપ્ટન માટે નેતૃત્વ કરવું યોગ્ય રહેશે.


 


 



--


આ પણ વાંંચો........ 


FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર


Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર


પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો


Water Harvesting : વરસાદનું પાણી એકઠું કરવા આ આ શખ્સે એવો જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમે પણ કહેશો, વાહ!


વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત


The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા