MS Dhoni retirement: જોકે એમએસ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ ચાહકો તેને આઈપીએલમાં રમતો જોઈ રહ્યાં છે. IPL 2024માં ધોની છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા આવી રહ્યો છે. પરંતુ આ ઓવરોમાં આવ્યા પછી પણ ધોની ચોગ્ગા અને છગ્ગા મારીને ફેન્સનું મનોરંજન કરી રહ્યો છે. તાજેતરની મેચમાં તે 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ પહેલા પણ તેને છેલ્લી ઓવર અથવા તેના પહેલા એક ઓવરમાં બેટિંગ માટે આવ્યો હતો. આ જોઈને ફેન્સ પૂછતા હતા કે આટલો સારો બેટ્સમેન હોવા છતાં ધોની આટલો પાછળ બેટિંગ કરવા કેમ આવે છે ?


હવે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ધોનીના પગમાં સ્નાયુમાં ખેંચાણ છે. જેના કારણે તે વધારે દોડી શકતો નથી. એટલા માટે માહી વહેલો બેટિંગ કરવા નથી આવતો કારણ કે તેના માટે પીચની વચ્ચે રન લેવા માટે દોડવું મુશ્કેલ બની રહે છે.


જૉય ભટ્ટાચાર્ચેએ બતાવી ધોની થિયરી
આ અહેવાલ સામે આવ્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના પૂર્વ ટીમ ડિરેક્ટર જૉય ભટ્ટાચાર્યએ એક રસપ્રદ 'થિયરી' રજૂ કરી છે. તે કહે છે કે ધોની કદાચ આ સિઝનમાં તેના વિના જ આખી ટીમને રમવા માટે તૈયાર કરવા કરી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સિઝનના અંતે તે નિવૃત્તિ લઈ શકે છે. જૉય ભટ્ટાચાર્યએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ થિયરી શેર કરી છે.






જૉય ભટ્ટાચાર્યએ લખ્યું, "ધોની સ્નાયુઓમાં દુખાવો હોવા છતાં તેના પ્રશંસકો અને ટીમ માટે રમી રહ્યો છે. સમગ્ર દેશના ચાહકોને અલવિદા કહેવું સમજી શકાય તેવું છે, પરંતુ તે ટીમ માટે કેમ રમી રહ્યો છે તે થોડી મૂંઝવણમાં છે."


તેણે વધુમાં ઉમેર્યું, "કૉનવે ઈજાગ્રસ્ત છે, જેનો અર્થ છે કે ટીમમાં એકમાત્ર અન્ય વિકેટકીપર અરાવલી અવિનાશ છે, જે હજુ પણ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા બનાવવાથી દૂર છે. ધોની કદાચ ઋતુરાજ ગાયકવાડને એટલું સમર્થન આપવા માંગે છે કે આ વખતે ફેરફાર સરળતાથી થઈ શકે. કદાચ આવતા વર્ષે એક મોટી હરાજી છે અને જો તે આ વર્ષે ટીમની કમાન સંભાળશે તો તે ઘણા પૈસા અને યુવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે."