Gujarat Titans Mystery Girl : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કેમેરાની નજર હંમેશા સુંદર ચહેરો શોધે છે. કેમેરામાં કેદ થયેલો ચહેરો રહસ્યમય છોકરી બની જાય છે, જેના વિશે જાણવા માટે ચાહકો આતુર છે. આ વખતે આવો જ એક ચહેરો છે ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમમાં સામે આવ્યો છે, આ સુંદર અને મિસ્ટ્રી ગર્લને લઈને ખુલાસો થયો છે. 


આઈપીએલ 2023નો આ ચહેરો ગુજરાત ટાઇટન્સ ટીમની સુંદર મિસ્ટ્રી ગર્લ તન્વી શાહ છે. તન્વી પ્રોફેશનલ ટેનિસ ખેલાડી રહી ચુકી છે. U16 મહિલા ટેનિસ રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. તે 2000 જુનિયર ઓસ્ટ્રેલિયન ઓપન રમી ચૂકી છે. તન્વીએ ટેનિસ પ્રીમિયર લીગ પણ હોસ્ટ કરી હતી.


તન્વીએ ગયા વર્ષે અબુ ધાબી T10 લીગમાં એન્કરિંગ કરીને સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ વર્ષે તે IPL સાથે જોડાયેલી છે. તન્વી 2023માં ગુજરાતની ટીમની એન્કર છે. જે દરેક મેચમાં હાજર રહે છે અને રીતસરનું આકર્ષણનું કેન્દ્ર બને છે. ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી તન્વી સોશિયલ મીડિયાની સેન્સેશન છે. ઈન્સ્ટાગ્રામ પર તે હંમેશા તેના વીડિયો અને ફોટોઝને લઈને છવાયેલી રહે છે.


તન્વી આકર્ષક ચહેરો ધરાવે છે. તેમન સુંદરતા મામલે તો બોલિવુડની ભલભલી અભિનેત્રીઓને પણ ટક્કર આપે તેવી છે. આ વખતે આઈપીએલમાં સૌકોઈની નજર જાણે તન્વી પર જ હોય છે. 


IPL 2023: ગુજરાતીઓ આનંદો, IPL-2023ની ફાઈનલ મેચને લઈ ઉંચકાયો પડદો


BCCI announces schedule venue : IPL 2023ની શરૂઆત 31 માર્ચે થઈ હતી. હવે આઈપીએલની ફાઈનલ મેચને લઈને જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલની ફાઈનલ ગુજરાતના આંગણે રમાશે. અત્યાર સુધી આઈપીએલની 28 મેચ રમાઈ છે અને દરેક મેચ એક કરતા વધુ રોમાંચક રહી છે. દરમિયાન, BCCIએ પ્લેઓફ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. 


BCCIએ પ્લેઓફ શેડ્યૂલ જાહેર કર્યું 


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે શુક્રવારે ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ના પ્લેઓફ અને ફાઈનલનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બીસીસીઆઈએ કરેલી જાહેરાત પ્રમાણે આઈપીએલ 2023ની ફાઇનલ મેચ 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પ્લેઓફ અને ફાઈનલ 23 મે થી 28 મે 2023 દરમિયાન ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 23 મેના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અને ત્યારબાદ 24 મેના રોજ એલિમિનેટર મેચ યોજાશે. જ્યારે બીજી ક્વોલિફાયર મેચ 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને IPL2023ની ફાઇનલ મેચ પણ 28 મેના રોજ આ જ મેદાન પર રમાશે.