PBKS v LSG Score : લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રને હરાવ્યું
ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે મુકાબલો છે. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિગં કરવાનો નિર્ણય કર્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 20 રને હરાવ્યું. IPL 2022ની 42મી મેચમાં ક્વિન્ટન ડી કોકે લખનઉ માટે મહત્વની ઇનિંગ રમી હતી. આ સાથે જ કૃણાલ પંડ્યા બોલિંગમાં છવાઈ ગયો. મેડન ઓવરની સાથે તેણે 2 વિકેટ પણ લીધી હતી. પંજાબ તરફથી જોની બેયરસ્ટોએ સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મયંક અગ્રવાલે 25 રનનું યોગદાન આપ્યું હતું.
પંજાબ કિંગ્સની શરુઆત નબળી રહી છે. પંજાબની ટીમે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 67 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ 25 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે શિખર ધવન માત્ર 6 રન બનાવીને આઉટ થયો છે.
આ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ દરમિયાન લખનઉએ 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ માટે ક્વિન્ટન ડી કોકે સારી ઇનિંગ રમી હતી. તે અડધી સદી બનાવવાથી ચૂકી ગયો હતો. ડી કોકે 46 રનની મહત્વની ઇનિંગ રમી હતી. જ્યારે દીપક હુડ્ડાએ 34 રનનું યોગદાન આપ્યું હતું. કાગિસો રબાડાએ પંજાબ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ રાહુલ ચહરે પણ 2 વિકેટ ઝડપી હતી.
લખનઉ સુપર જાયન્ટની ટીમે 111 રનમાં 6 વિકેટ ગુમાવી છે. જેસન હોલ્ડર અને ચમીરા બંને રમતમાં છે. લખનઉની ટીમે 16 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 111 રન બનાવી લીધા છે.
લખનઉ સુપર જાયન્ટનો સ્કોર 8 ઓવરમાં 50 રનને પાર થયો છે. હાલ ડિકોક અને દિપક હુડ્ડા બંને રમતમાં છે. ડિકોક 24 રન બનાવી મેદાનમાં છે. લખનઉનો સ્કોર 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 52 રન થયો છે.
લખનઉ સુપર જાયન્ટને મોટો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ માત્ર 6 રન બનાવીને આઉટ થયો છે. ડિકોક હાલ રમતમાં છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 13 રન બનાવ્યા છે.
IPL 2022 ની મેચમાં પંજાબ કિંગ્સની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. પંજાબના કેપ્ટન મયંકે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
બ્રેકગ્રાઉન્ડ
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં આજે પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટસ વચ્ચે મુકાબલો છે. પંજાબ કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિગં કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમો માટે આજની મેચ મહત્વની છે. હાલમાં પોઈન્ટ ટેબલમાં પંજાબની ટીમ તેની આઠ મેચ બાદ અનુક્રમે ચાર હાર અને ચાર જીત સાથે આઠ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. બીજી તરફ લખનઉની ટીમ તેની આઠ મેચમાં ત્રણ હાર અને પાંચ જીત સાથે 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.આ સીઝનમાં પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પ્રથમવાર એકબીજા સામે ટકરાશે.
હાલમાં બંન્ને ટીમમાં મેચ વિનર્સ ખેલાડીઓ છે. આજની મેચમાં પંજાબની ટીમ ઓપનર શિખર ધવન અને વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોન પાસેથી વિસ્ફોટક ઇનિંગની અપેક્ષા રાખશે. જ્યારે લખનઉની ટીમ કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, માર્ક્સ સ્ટોઈનિસ અને જેસન હોલ્ડર પાસે સારા પ્રદર્શન આશા રાખશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -