IPL Purple Cap 2022: IPL 2022ની પર્પલ કેપ રાજસ્થાન રૉયલ્સના બૉલર યુજવેન્દ્ર ચહલના માથે છે. તે આ આઇપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટો લેનારો બૉલર બની ગયો છે. યુજવેન્દ્ર ચહલે આ સિઝનમાં અત્યાર સુધી 40 ઓવર ફેંકી છે, તેમા તેને 7.27 ની એવરેજથી પ્રતિ ઓવર રન આપ્યા છે, અને 15.31ની બૉલિંગ એવેરજની સાથે 19 વિકેટ ઝડપી છે. એટલે કે એવરેજ દર 15 રન આપ્યા બાદ ચહલ એક વિકેટ જરૂર હાંસલ કરી રહ્યો છે.
પર્પલ કેપ માટે યુજવેન્દ્ર ચહલને હવે દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ, પંજાબ કિંગ્સના કગિસો રબાડા અને સનરાઇઝર્સ હૈદરાબાદના ટી નટરાજનથી જબરદસ્ત ટક્કર મળી રહી છે. આ ત્રણેય બૉલરો અત્યાર સુધી 17-17 વિકેટો ઝડપી ચૂક્યા છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના વનિન્દુ હસરંગા પણ પર્પલ કેપની રેસની દોડમાં સામેલ છે, તે 16 વિકેટો ઝડપી ચૂક્યો છે.
પૉઝિશન | બૉલર | મેચ | વિકેટ | બૉલિંગ એવરેજ | ઇકૉનોમી રેટ |
1 | યુજવેન્દ્ર ચહલ | 10 | 19 | 15.31 | 7.27 |
2 | કુલદીપ યાદવ | 9 | 17 | 15.82 | 8.23 |
3 | કગિસો રબાડા | 9 | 17 | 8.27 | 16.05 |
4 | ટી નટરાજન | 9 | 17 | 17.82 | 8.65 |
5 | વાનિન્દુ હસરંગા | 11 | 16 | 19.00 | 8.21 |
આ પણ વાંચો............
Astrology: નિ:સંતાન દંપતિએ આ બંને ગ્રહોને ખુશ કરવા જરૂરી, આ ઉપાયથી મેળવી શકે છે સંતાન સુખ
Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે
Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો
Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા, 55 લોકોના મોત
Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો