RR vs DC Innings Highlights: IPL 2022 ની 58મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ પછી રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી આર અશ્વિને 38 બોલમાં 50 અને દેવદત્ત પડિકલે 30 બોલમાં 48 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો જોસ બટલર આજે સસ્તામાં આઉટ થયો હતો. તેણે 11 બોલમાં માત્ર 7 રન બનાવ્યા હતા. આ પછી બીજો ઓપનર યશસ્વી જયસ્વાલ પણ માત્ર 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા આર. અશ્વિન અને દેવદત્ત પડિકલે બાજી સંભાળી હતી અને સારી ઈનિંગ રમ્યા હતા.


અશ્વિને 38 બોલમાં 50 અને દેવદત્ત પડિકલે 30 બોલમાં 48 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે પડિકલે 6 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ કેપ્ટન સંજુ સેમસન 4 બોલમાં 6 રન અને રિયાન પરાગ 5 બોલમાં 9 રન બનાવીને ઝડપથી આઉટ થઈ ગયા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ચેતન સાકરિયા, એનરિક નોર્ટજે અને મિશેલ માર્શે બે-બે વિકેટ લીધી હતી.


આ પણ વાંચોઃ


Virat Kohli IPL 2022: જ્યારે અનુષ્કા શર્મા માટે બેકરીમાં ગિફ્ટ લેવા પહોંચ્યો હતો વિરાટ કોહલી, કોઇ ઓળખી પણ શક્યુ નહી