RCB vs RR Qualifier 2 : રાજસ્થાન રોયલ્સ બેંગ્લોરને હરાવી IPLની ફાઈનલમાં, બટલરની વિસ્ફોટક સદી

RR vs RCB IPL 2022 ક્વોલિફાયર 2 મેચ IPL 15 ની બીજી ફાઇનલિસ્ટ નક્કી કરશે. રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  

gujarati.abplive.com Last Updated: 27 May 2022 11:05 PM
રાજસ્થાન રોયલ્સની  બેંગ્લોર સામે શાનદાર જીત

રાજસ્થાન રોયલ્સની  બેંગ્લોર સામે શાનદાર જીત થઈ છે. રાજસ્થાનની ટીમ આઈપીએલની ફાઈનલમાં પહોંચી ગઈ છે.   રાજસ્થાન તરફથી બટલરે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી હતી. 

સંજૂ સેમસન 23 રન બનાવી આઉટ

સંજૂ સેમસન 23 રન બનાવી આઉટ થયો છે. રાજસ્થાનની ટીમે 14.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 124 રન બનાવી લીધા છે.  

રાજસ્થાનનો સ્કોર 100 રનને પાર

રાજસ્થાનની ટીમે શાનદાર શરુઆત કરતા સ્કોર 100 રનને પાર પહોંચી ગયો છે. રાજસ્થાનની ટીમે 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 103 રન બનાવી લીધા છે. ટીમને હવે જીત માટે 59 બોલમાં 54 રનની જરુર છે. 

બટલરે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી

જોસ બટલરે શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી છે. રાજસ્થાનની ટીમે શાનદાર શરુઆત કરી હતી. બટલર હાલ 25 બોલમાં 54 રન બનાવી રમતમાં છે. સંજૂ સેમસન પણ હાલ રમતમાં છે.  

રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો

રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. યશશ્વી જયશ્વાલ 21 રન બનાવી આઉટ થયો છે. હાલ સંજૂ સેમસન અને જોસ બટલર રમતમાં છે. બટલર આક્રમક ઈનિંગ રમતાં18 બોલમાં 40 રન બનાવી રમતમાં છે. 

રાજસ્થાનની ટીમે શાનદાર શરુઆત કરી

રાજસ્થાનની ટીમે શાનદાર શરુઆત કરતા 5 ઓવરમાં સ્કોર 50 રનને પાર કર્યો છે. રાજસ્થાને 5 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 61 રન બનાવી લીધા છે. જોસ બટલર 40 રન બનાવી રમતમાં છે. 

રાજસ્થાનને જીતવા 158 રનનો ટાર્ગેટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા IPL 2022ના બીજા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્રથમ ઈનિંગ રમતા 20 ઓવરમાં 8 વિકેટે 157 રન જ બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી છેલ્લી મેચમાં સદી ફટકારનાર રજત પાટીદારે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા. આ સાથે જ રાજસ્થાન માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

રજત પાટીદાર 58 રન બનાવી આઉટ

રજત પાટીદાર અડધી સદી ફટકારી 58 રન બનાવી આઉટ થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 130 રન બનાવી લીધા છે.  

રજત પાટીદાર હાલ રમતમાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે  15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 123 રન બનાવી લીધા છે. રજત પાટીદાર હાલ રમતમાં છે. મેક્સવેલ 24 રન બનાવી આઉટ થયો હતો. 

બેંગ્લોરનો સ્કોર 13 ઓવરમાં 100 રનને પાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 13 ઓવરમાં 100 રનને પાર થયો છે. રજત પાટીદાર શાનદાર ઈનિંગ રમતા 43 રને રમતમાં છે અને ગ્લેન મેક્સવેલ 9 બોલમાં આક્રમક 24 રન ફટકારી મેદાન પર છે.  

ડુપ્લેસિસ 25 રન બનાવી આઉટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બીજો ઝટકો લાગ્યો છે.  ફાફ ડુપ્લેસિસ 25 રન બનાવી આઉટ થયો છે.   હાલમાં રજત પાટીદાર 39 રન બનાવી રમતમાં છે. ગ્લેન મેક્સવેલ હાલ મેદાન પર છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 50 રનને પાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 7 ઓવર બાદ 50 રનને પાર થયો છે. રજત પાટીદાર અને ફાફ ડૂપ્લેસિસ બંને રમતમાં છે.  ફાફ ડૂપ્લેસિસ 23 રન બનાવી હાલ રમતમાં છે. 

ફાફ ડુપ્લેસિસ 17 રન બનાવી રમતમાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પાંચ ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 37 રન બનાવ્યા છે. ફાફ ડુપ્લેસિસ 17 રન બનાવી રમતમાં છે. 

ફાફ ડુપ્લેસિસ અને રજત પાટીદાર હાલ રમતમાં

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 17 રન બનાવી લીધા છે. ફાફ ડુપ્લેસિસ અને રજત પાટીદાર હાલ રમતમાં છે. 

કોહલી માત્ર 7 રન બનાવી આઉટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી માત્ર 7 રન બનાવી આઉટ થયો છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ વિરાટ કોહલીની વિકેટ ઝડપી છે. 

બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચેની મેચ શરૂ

બેંગ્લોર અને રાજસ્થાન વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ આરસીબી માટે ઓપનિંગ કરી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ,  પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેદ મેકકોય, યુઝવેન્દ્ર ચહલ.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની પ્લેઈંગ ઈલેવન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજની મેચમાં ટોસ હારી ગયું હતું. આજની મેચ માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે છે - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસીસ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.

રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીત્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની બીજી ક્વોલિફાયર રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો છે. રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  

બ્રેકગ્રાઉન્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની બીજી ક્વોલિફાયર રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. RR vs RCB IPL 2022 ક્વોલિફાયર 2 મેચ IPL 15 ની બીજી ફાઇનલિસ્ટ નક્કી કરશે. રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.   હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ IPL 2022 ની ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી ચૂકી છે. RCB vs RR IPL મેચ બંને ટીમો માટે નિર્ણાયક બનવા જઈ રહી છે, જો રાજસ્થાન આજે જીત મેળવે છે, તો તેઓ 2008 પછી પ્રથમ વખત ફાઇનલમાં પહોંચશે, જ્યારે RCB તેની છેલ્લી IPL ફાઇનલ 2016માં રમી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.