IPL 2022 Purple Cap: રાજસ્થાન રૉયલ્સના સ્ટાર બૉલર યુજવેન્દ્ર ચહલના હાથમાંથી પર્પલ કેપ છીનવાઇ ગઇ છે. હવે આના પર RCB ના શ્રીલંકન ઓલરાઉન્ડર અને સ્પિનર વાનિન્દુ હસરંગાએ કબજો જમાવી દીધો છે. શુક્રવારે રાત્રે પંજાબ સામે રમાયેલી મેચમાં બે વિકેટોની સાથે હસરંગાએ આ IPL સિઝનમાં ચહલની વિકેટોની બરાબરી કરીને તેની પાસેથી પર્પલ કેપ છીનવી લીધી છે. 

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના વાનિન્દુ હસરંગાએ આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચોમાં 14.65 ની એવરેજથી 23 વિકેટો ઝડપી છે. આની બૉલિંગ ઇકૉનોમી 7.48 રહી છે. રાજસ્થાન રૉયલ્સના સ્પીનર યુજવેન્દ્ર ચહલ પણ આ સિઝનમાં 23 વિકેટો ઝડપી ચૂક્યો છે. રાજસ્થાનની આગામી મેચમાં આ પર્પલ કેપ ફરીથી તેની પાસે જઇ શકે છે.હાલમાં પર્પલ કેપની આ રેસમાં હર્ષલ પટેલ, કગિસો રબાડા અને કુલદીપ યાદવ પણ સામેલ છે. 

પૉઝિશન બૉલર મેચ વિકેટ બૉલિંગ એવરેજ ઇકોનૉમી રેટ
1 વાનિન્દુ હસરંગા 13 23 14.65 7.48
2 યુજવેન્દ્ર ચહલ 12 23 15.73 7.54
3 કગિસો રબાડા 11 21 16.38 8.39
4 હર્ષલ પટેલ 12 18 19.44 7.72
5 કુલદીપ યાદવ 12 18 20.66 8.71

આ પણ વાંચો.............

યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ

રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી

વિશ્વ પ્રવાસનના નકશા પર ચમકતાં કચ્છ અને પાટનગર ભુજને રાજવી પરિવાર દ્વારા વધુ બે ભેટ અર્પણ કરવામાં આવી

Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં

Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત

... તો અમદાવાદમાં ચોમાસા પહેલા 100થી વધુ રોડના કામ અટકી જશે