RCBvSRH score : હૈદરાબાદની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે 9 વિકેટથી શાનદાર જીત
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હૈદરાબાદની ટીમની ટક્કર શાનદાર ફોર્મમાં ચાલી રહેલી બેંગ્લૉરની ટીમ સાથે છે. સનરાઈઝર્સ બૈદારાબાદે ટોસ જીત્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે 9 વિકેટથી શાનદાર જીત થઈ છે. હૈદરાબાદની ટીમે 8 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસિલ કર્યો હતો. અભિષેક શર્મા 47 રન બનાવી આઉટ થયો હતો. કેન વિલિયમ સન 16 અને રાહુલ ત્રિપાઠી 7 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2022ની 36મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોએ શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને બેંગ્લોરના બેટ્સમેનોને છૂટથી રમવા દીધા ન હતા. આ IPL 2022 નો સૌથી ઓછો ટીમનો કુલ સ્કોર છે.
બેંગ્લુરુની ટીમે 49 રનમાં 7 વિકેટ ગુમાવી દિધી છે. દિનેશ કાર્તિક શૂન્ય રને આઉટ થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ખૂબ જ ખરાબ શરુઆત થઈ હતી. કોહલી પણ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રભુદેસાઈ 15 રન બનાવી આઉટ થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમે 50 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દિધી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ખરાબ શરુઆત થઈ છે. માત્ર 20 રનમાં બેંગ્લુરુની ટીમે 4 વિકેટ ગુમાવી છે. કોહલી શૂન્ય રન પર આઉટ થયો છે. અનૂજ રાવત પણ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો છે. ફાફ ડૂપ્લેસિસ માત્ર 5 રન બનાવી આઉટ થયો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઇલેવન: એ શર્મા, એ માર્કરામ, કે વિલિયમસન (C), આર ત્રિપાઠી, એન પૂરન ( Wk), એસ સિંઘ, એમ જેન્સેન, જે સુચિથ, બી કુમાર, ટી નટરાજન, યુ મલિક.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવન: ડુપ્લેસીસ (C), એ રાવત, ડી કાર્તિક (WK), જી મેક્સવેલ, વી કોહલી, ડબલ્યુ હસરંગા, એસ અહમદ, જે હેઝલવુડ, એસ એસ પ્રભુદેસાઈ, એચ પટેલ, એમ સિરાજ
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હૈદરાબાદની ટીમની ટક્કર શાનદાર ફોર્મમાં ચાલી રહેલી બેંગ્લૉરની ટીમ સાથે છે. સનરાઈઝર્સ બૈદારાબાદે ટોસ જીત્યો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રેકગ્રાઉન્ડ
આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હૈદરાબાદની ટીમની ટક્કર શાનદાર ફોર્મમાં ચાલી રહેલી બેંગ્લૉરની ટીમ સાથે છે. સનરાઈઝર્સ બૈદારાબાદે ટોસ જીત્યો છે. હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચમાં બન્ને વિદેશી કેપ્ટનોની ટીમો જીત માટે મેદાનમાં ઉતરશે, એકબાજુ કેન વિલિયમસનની આગેવાની વાળી સનરાઇઝર્સ હૈદરાબાદ તો બીજીબાજુ ફાક ડૂ પ્લેસીસની કેપ્ટનશીપ વાળી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -