Sunrisers Hyderabad Retention List IPL 2025 Mega Auction: આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ તેમની રિટેન્શન લિસ્ટ 31 ઓક્ટોબર સુધીમાં BCCIને સબમિટ કરવાની રહેશે. હવે સનરાઈઝર્સ હૈદરાબાદની રિટેન્શન લિસ્ટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હૈદરાબાદ હેનરિક ક્લાસેનને રિટેન કરવા માટે 23 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા તૈયાર છે.


હેનરિક ક્લાસેન પર રૂપિયાનો વરસાદ


સનરાઇઝર્સ હૈદરાબાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડી હેનરિક ક્લાસેનને 23 કરોડ રૂપિયામાં ખરીદી શકે છે. જો આમ થશે તો તે IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની જશે. હાલમાં મિશેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી છે, જેના પર 2024ની હરાજીમાં KKRએ 24.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. નોંધનીય છે કે IPL 2024માં ક્લાસેનને  હૈદરાબાદે 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ક્લાસને ગત સીઝનમાં 16 મેચમાં 479 રન બનાવ્યા હતા.


પેટ કમિન્સને 2024ની હરાજીમાં હૈદરાબાદે 20.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની કેપ્ટનશીપમાં હૈદરાબાદ IPL 2024ની ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ હવે તેને 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવે તેવા રિપોર્ટ છે. જો આમ થશે તો તેના પગારમાં 13.8 ટકાનો ઘટાડો થશે.


ભારતીય સ્ટારને પણ મળશે કરોડો રૂપિયા


અભિષેક શર્માને 14 કરોડના સ્લોટમાં રિટેન કરાય તેવા રિપોર્ટ છે. અભિષેકે IPL 2024માં 16 મેચમાં 484 રન બનાવ્યા હતા. તે ગત સીઝનમાં સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડી પણ હતો. તેણે IPL 2024માં કુલ 36 સિક્સર ફટકારી હતી. IPL 2024માં રમવા બદલ અભિષેકને 6.5 કરોડ રૂપિયાનો પગાર મળ્યો હતો.


અન્ય ખેલાડીઓને રિટેન કરવા અંગે SRHએ હજુ સુધી કોઈ અપડેટ આપ્યું નથી. પરંતુ કેટલાક અહેવાલ અનુસાર, હૈદરાબાદ મેનેજમેન્ટે ટ્રેવિસ હેડ અને ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં રિટેન કરવાનો નિર્ણય લીધો છે.                                                                                                                         


Mohammed Siraj DSP: RCBએ સિરાજને આપ્યો જેમ્સ બોન્ડનો લુક, જાણો DSP બન્યા પછી ક્યાં મળ્યું પોસ્ટિંગ