નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 15 શરૂ થઇ ચૂકી છે. આ વખતે યુવા કેપ્ટનની ટીમ એટલે કે સંજૂ સેમસનની ટીમ રાજસ્થાન રૉયલ્સ સારુ પરફોર્મન્સ કરી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે, રાજસ્થાન રૉયલ્સનો ઓસ્ટ્રેલિયન ઘાતક બૉલર નાથન કુલ્ટર નાઇલ આઇપીએલની આ સિઝનમાંથી બહાર થઇ ગયો છે. તેનુ બહાર થવાનુ કારણ હેમસ્ટ્રીંગની ઇજા છે.
રિપોર્ટ છે કે નાથન કૂલ્ટર નાઇલને હેમસ્ટ્રીંગની ઇજા પહોંચી છે, જેના કારણે તે હવે પછીની બાકીની આઇપીએલ મેચોમાં નહીં રમી શકે. નાથન કૂલ્ટર નાઇલને રાજસ્થાને આઇપીએલની મેગા ઓક્શન 2022માં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધી ત્રણ મેચોમાંથી બે મેચો જીતીને સારુ પ્રદર્શન કર્યુ છે અને પૉઇન્ટ ટેબલમાં પણ નંબર વન ટીમ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાથન કૂલ્ટર નાઇલની હેમસ્ટ્રિંગની ઇજાના કારણ આખી સિઝનમાંથી બહાર થઇ જવુ પડ્યુ છે. કેપ્ટન સંજૂને આ મોટો ઝટકો ગણી શકાય. હવે રાજસ્થાન નાઇલની જગ્યાએ કોને ટીમમાં સામેલ કરે છે.
આ પણ વાંચો..........
Petrol vs EV vs CNG: મારુતિ ડીઝાયર અને ટાટા ટિગોરમાંથી કઈ છે શ્રેષ્ઠ ? કોનામાં શું છે ખાસ
PNBના કરોડો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો , બેંકે ઘટાડ્યા વ્યાજદર, જાણો બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે?
LIC IPO Launch Date: સરકાર LIC IPO મે મહિનાના બીજા સપ્તાહ સુધીમાં લૉન્ચ કરી શકે છે, જાણો વિગતે