Virat Kohli Rohit Sharma Team India: IPL 2024 પછી તરત જ T20 વર્લ્ડકપ 2024નું આયોજન કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તાજેતરમાં આ અંગે એક બેઠક યોજી છે. આ બેઠકમાં ખેલાડીઓને લઈને ખૂબ જ ગંભીર ચર્ચા થઈ હતી. એક રિપોર્ટ અનુસાર, BCCIની બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા અને અજીત અગરકર પણ હાજર હતા. બોર્ડ રોહિતની સાથે વિરાટ કોહલીને ઓપનિંગ કરવાની તક આપી શકે છે. યશસ્વી જયસ્વાલનું કાર્ડ કપાઈ શકે છે. મયંક યાદવ વિશે પણ ચર્ચા થઈ હતી.


દૈનિક જાગરણના એક સમાચાર અનુસાર, ગયા અઠવાડિયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના હેડક્વાર્ટરમાં રાહુલ દ્રવિડ, અગરકર અને રોહિત વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં કોહલીને ઓપનિંગ કરવાની તક આપવાની વાત થઈ હતી. જો રોહિત શર્મા કોહલી સાથે ઓપનિંગ કરશે તો યશસ્વીનું પત્તું કપાઈ શકે છે. શુભમન ગીલ વૈકલ્પિક ઓપનર તરીકે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. યશસ્વી આઈપીએલ 2024માં કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે 7 મેચમાં 121 રન બનાવ્યા છે.


રિયાન પરાગને લઇને પણ થઇ ચર્ચા 
બેઠકમાં રિયાન પરાગ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. રિયાનને T20 વર્લ્ડકપ 2024 માટે તક મળી શકે છે. જો આપણે IPL 2024માં તેના પ્રદર્શન પર નજર કરીએ તો તે સારું રહ્યું છે. રેયાને 7 મેચમાં 318 રન બનાવ્યા છે. મયંક યાદવે તેના જીવલેણ હુમલાથી સનસનાટી મચાવી દીધી હતી. પરંતુ તે ઘાયલ છે. રિપોર્ટ અનુસાર, મયંક વિશે પણ ચર્ચા થઈ હતી. પરંતુ હવે તેનું પત્તુ કપાઈ ગયું છે.


હાર્દિક પંડ્યા પર પણ બૉર્ડની નજર 
હાર્દિક પંડ્યા ખરાબ પ્રદર્શનથી સંઘર્ષ કરી રહ્યો છે. બોર્ડ પંડ્યા પર પણ નજર રાખી રહ્યું છે. તે હાલમાં આઉટ ઓફ ફોર્મ છે. પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. બોલિંગ કરતી વખતે 43 રન આપ્યા હતા. પંડ્યાએ RCB સામે 21 રન બનાવ્યા હતા. તેણે હૈદરાબાદ સામે 46 રન આપ્યા હતા. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે 24 રન બનાવીને આઉટ થયો હતો.