IPL 2022 PBKS vs RCB Live Streaming: ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે ત્રીજી મેચ રમાશે, આજની મેચમાં ફરી એકવાર બે નવા કેપ્ટનો વચ્ચે ટક્કર જોવા મળશે, એક દેશી અને વિદેશી કેપ્ટનની ટીમ આમને સામને જોવા મળશે, IPLની 15મી સિઝનમાં આજે મયંક અગ્રવાલની પંજાબ કિંગ્સ અને ફાક ડૂ પ્લેસીસની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. 


ખાસ વાત છે કે દર સિઝનની જેમ આ વખતે 8ને બદલે 10 ટીમો રમી રહી છે, જેથી રોમાન્ચ વધુ રહેશે, આ વખતે લખનઉ અને અમદાવાદની ટીમો ઉમેરાઇ છે, આ વખતે લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાશે, અને આ મેચો મુંબઇના ત્રણ વેન્યૂ અને પુણેમાં રમાશે. જોકે, આ વખતે દર્શકોની એન્ટ્રી મેદાનમાં જોવા મળશે. જાણો ક્યારે, ક્યાંથી અને કેટલા વાગ્યાથી જોઇ શકાશે PBKS vs RCB લાઇવ મેચ ?


આઇપીએલ 2022ની સિઝનની ત્રીજી મેચ પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે રમાશે, આ મેચ 27 માર્ચે રવિવારે રમાશે. 


ભારતીય સમયાનુસાર આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આજની મેચ મુંબઇના ડીવાઇ પાટિલ, બેબ્રોર્ન અને વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. 


જો તમે આઇપીએલ 2022ની મેચનુ લાઇવ ટેલિકાસ્ટ જોવા માંગતા હોય તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ મેચ જોઇ શકો છો. આ ઉપરાંત મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર એપ પરથી પણ જોઇ શકાશે.


પંજાબની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, પ્રભસિમરન સિંહ/જિતેશ શર્મા (વિકેટમાં), લિયામ લિવિંગસ્ટોન, શાહરૂખ ખાન, ભાનુકા રાજપક્ષે, ઓડેન સ્મિથ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, રાહુલ ચહર અને સંદીપ શર્મા.


આરસીબીની સંભવિત પ્લેઇંગ ઇલેવન- 
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, શેરફેન રધરફોર્ડ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટમેન), શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, વનિન્દુ હસરાંગા, ડેવિડ વિલી અને મોહમ્મદ સિરાજ.