Women IPL 2023: આ વર્ષે તમામ દ્વિપક્ષીય શ્રેણી અને આઈસીસી ટૂર્નામેન્ટો ઉપરાંત, પ્રથમ વખત મહિલા આઈપીએલ પણ યોજાવાની છે. નવા વર્ષની શરૂઆત સાથે તેના દિવસો પણ ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. BCCI દ્વારા ખેલાડીઓને મોકલવામાં આવેલા દસ્તાવેજો અનુસાર મહિલા IPLની પ્રથમ સીઝન માટે ટીમની પસંદગી ખેલાડીઓની હરાજી દ્વારા કરવામાં આવશે. આ મહિલા આઈપીએલને લઈને પણ કોઈ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય ભાગ લેનારી ફ્રેન્ચાઇઝી વિશે કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.


ક્રિકબઝના અહેવાલ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં મહિલા IPL માટે હરાજી થશે. ભારતીય ખેલાડીઓને મોકલવામાં આવેલા દસ્તાવેજોમાં BCCIએ કેપ્ડ અને અનકેપ્ડ બંને ક્રિકેટરોને પ્લેયર ઓક્શન રજિસ્ટરમાં દાખલ થવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું છે, જેના માટે 26 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.


કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓની આટલી બેઝ પ્રાઈસ હશે


મહિલા આઇપીએલની  હરાજીમાં કેપ્ડ ખેલાડીઓની બેઝ પ્રાઈસને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જેમાં 50, 40 અને 30 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ, અનકેપ્ડ ખેલાડીઓની બેઝ પ્રાઇસ 20 અને 10 લાખ રૂપિયા રાખવામાં આવી છે.


હરાજી માટે 5 ફ્રેન્ચાઇઝી હોવી જરૂરી


વર્તમાન IPL પ્રોટોકોલ મુજબ, હરાજી યાદી તૈયાર કરવા માટે હરાજી રજિસ્ટરમાંથી પાંચ ફ્રેન્ચાઇઝીને શોર્ટલિસ્ટ કરવામાં આવશે જે પછી બિડિંગ માટે મૂકવામાં આવશે. હરાજીમાં જે ખેલાડીઓની હરાજી થશે નહી  પરંતુ 'રજિસ્ટર્ડ અવેલેબલ પ્લેયર્સ પૂલ'માં હાજર રહેશે, તેમને રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરવામાં આવશે.


16 જાન્યુઆરીએ મીડિયા અધિકારોની હરાજી


BCCI દ્વારા મહિલા IPL માટે મીડિયા રાઇટ્સ ઓક્શન થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવી હતી. હવે BCCI તેનું આયોજન 16 જાન્યુઆરીએ કરશે.


IND vs SL: પુણે કરતાં પણ વધુ રોમાંચક બની શકે છે રાજકોટ ટી20, જાણો કેમ


India vs Sri Lanka 3rd T20I Rajkot: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ફાઇનલ અને અંતિમ ટી20 મેચ રાજકોટમાં રમાશે. આ નિર્ણયાક મેચ પણ પુણે ટી20 જેવી જ રોમાંચક બની શકે છે. હાલમાં બન્ને ટીમો ત્રણ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. આ મેચમાં જીત માટે હાર્દિક પંડ્યા જોર લગાવશે તો સામે શનાદા પણ પોતાની પહેલી ભારતીય જમીન પર ટી20 સીરીઝ માટે પ્રયાસ કરશે. આજની મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.  


આજની મેચમાં પુણે જેવી રોમાંચકતા જોવા મળી શકે છે, કેમ કે અત્યાર સુધી રાજકોટમાં રમાયેલી તમામ મેચો હાઇસ્કૉરિંગ રહી છે. આવામાં જો જે પહેલા બેટિંગ કરશે તો તેની ટીમનો સ્કૉર 200થી પણ વધુનો થઇ શકે છે. જ્યારે બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ ટાર્ગેટને હાંસલ કરવા પ્રયાસ કરશે. આવામાં દર્શકોને આ મેચમાં રોમાંચ જોવા મળી શકે છે