નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ખેલદિલીથી મોટી કોઇ વાત નથી. ખેલાડીઓ મેદાન પર ભલે એકબીજાના હરીફ હોય પરંતુ રિયલ લાઇફમાં તમામની વચ્ચે સુમેળભર્યો અને ખેલદિલીવાળો વ્યવહાર હંમેશા જોવા મળે છે. આવો જ વ્યવહાર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા જોવા મળ્યો છે. ધોનીએ આ વખતે પોતાના પાકિસ્તાની ફેન પર દિલ ખોલ્યુ છે. 

Continues below advertisement


તાજેતરમાં જ મહેન્દ્ર સિંહ ધોનીએ પાકિસ્તાની ફાસ્ટ બૉલર હરિસ રૌફેને પોતાની જર્સી ગિફ્ટ કરી છે, ધોનીએ રઉફને તેની સાઈન કરેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) જર્સી ભેટમાં આપી છે. ખાસ વાત છે કે ધોનીએ અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે, પરંતુ ધોની IPLની CSK ટીમનો કેપ્ટન છે.


એમએસ ધોનીની સુંદર ગિફ્ટ મળ્યા બાદ પાકિસ્તાની ક્રિકેટર રઉફ ખુબ ખુશ થઇ ગયો છે. રઉફે જર્સીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 


હરિશ રાઉફે એક ઈમોશનલ પોસ્ટ લખી છે, લખ્યું- લિજેન્ડ અને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ મને તેમનો સુંદર શર્ટ ભેટમાં આપીને સન્માન કર્યું છે. નંબર-7 આજે પણ પોતાના વ્યવહાર અને ઉદારતાથી લોકોના દિલ જીતી રહ્યો છે. 






-


આ પણ વાંચો--


ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના


Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત


નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા


Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?


અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી