નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયામાં અંબાતી રાયડૂની પસંદગી ન કરવાને લઈ ઘણો વિવાદ થયો હતો. વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડામાં ચાર નંબરના સ્થાન પર રાયડૂને ઘણા મોકા આપવામાં આવ્યા, પરંતુ જ્યારે વર્લ્ડકપ ટીમની જાહેરાત ત્યારે તેમાં તેનું નામ નહોતું. જોકે રાયડૂને બેકઅપ ખેલાડી તરીકે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ધવન, વિજય શંકર ઈજાગ્રસ્ત છતાં નહોતો ટીમમાં લીધો રાયડૂને
વર્લ્ડકપના લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન શિખર ધવન ઘાયલ થયો ત્યારે તેના સ્થાને રાયડૂનો સમાવેશ કરાશે તેમ લાગતું હતું. પરંતુ પસંદગીકર્તાએ વિજય શંકર પર પસંદગીનો કળશ ઢોળ્યો. વિજય શંકર પણ લીગ મુકાબલા દરમિયાન ઈજાગ્રસ્ત થયો અને તેના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો. સતત થઈ રહેલી અપેક્ષાના કારણે આખરે રાયડૂએ સંન્યાસનો ફેંસલો લીધો હતો. જેને લઈ ટીમ ઈન્ડિયાના તત્કાલીન પસંદગીકર્તા એમએસકે પ્રસાદે એક ઈન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો હતો.
અમે તેને ટેસ્ટ ટીમમાં પણ.....
પ્રસાદે જણાવ્યુ કે, રાયડૂને ટેસ્ટ ટીમમાં નંબર ચારના બેટ્સમેનના વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો. અમારી પસંદગી સમિતિનું હંમેશા એવું માનવું હતું કે, વર્ષ 2016ના ઝીમ્બાબ્વે પ્રવાસ બાદથી રાયડૂ ટેસ્ટ ટીમની પસંદગીમાં અમારી નજરોમાં હતો. મેં તેની સાથે વાત પણ કરી હતી કે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેમ નથી આપી રહ્યો. IPLમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે વન ડે ટીમમાં પસંદગી થઈ હતી. જેના પર અનેક લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી.
રાયડૂ સાથે જે થયું તેનું દુઃખ
પ્રસાદે આગળ કહ્યું, આ પછી અમે નેશનલ ક્રિકેટ એકેડમીમાં એક મહિના સુધી અંબાતી રાયડૂની ફિટનેસ પર કામ કર્યું. જેમાં થોડા અંશે સફળતા પણ મળી. દુર્ભાગ્યથી તેની સાથે જે થયું તેનાથી મને પણ દુઃખ લાગ્યું. હું તેની સાથે રમી ચુક્યો છું. તેની સાથે જે થયું તેને લઈ મને પણ ખૂબ દુઃખ થયું છે.
ABP Opinion Poll: AAP, BJP અને Congressને કેટલી સીટો મળશે ?
INDvNZ: પ્રથમ વન ડેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને દાઝ્યા પર ડામ, આ કારણે ICCએ ફટકાર્યો તોતિંગ દંડ
INDvNZ: પ્રથમ વન ડેમાં બંને ટીમમાં જોવા મળી આ સમાનતા, ક્રિકેટ ઈતિહાસની માત્ર ત્રીજી ઘટના
રાયડૂને વર્લ્ડકપની ટીમમાં કેમ નહોતો કરાયો સામેલ? પૂર્વ પસંદગીકાર પ્રસાદે પ્રથમ વખત કહ્યું, અમે તેને.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2020 08:16 PM (IST)
પ્રસાદે જણાવ્યુ કે, રાયડૂને ટેસ્ટ ટીમમાં નંબર ચારના બેટ્સમેનના વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો. અમારી પસંદગી સમિતિનું હંમેશા એવું માનવું હતું કે, વર્ષ 2016ના ઝીમ્બાબ્વે પ્રવાસ બાદથી રાયડૂ ટેસ્ટ ટીમની પસંદગીમાં અમારી નજરોમાં હતો.
(ભારતના જાન્યુઆરી 2019ના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં શોટ ફટકારતાં રાયડુની ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -