ફવાદ આલમે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રમત દર્શાવતા ચાર સદી ફટકારી હતી. જેને લઈ સિલેક્ટરોએ ટીમમાં પસંદગી કરી હતી. ફવાદ તેની અંતિમ ટેસ્ટ 2009માં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. 3 ટેસ્ટમાં એક સદી સહિત તેણે 250 રન બનાવ્યા છે. તે પાકિસ્તાન તરફથી 38 વન ડે અને 24 ટી-20 મેચ રમી ચુક્યો છે.
શ્રીલંકા-પાકિસ્તાન વચ્ચે આ સીરિઝથી પાકિસ્તાનમાં 10 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટની વાપસી થઈ રહી છે. બંને ટીમો છેલ્લી ટેસ્ટ મેચ 2009માં પાકિસ્તાનમાં રમ્યા હતા અને ત્યારે શ્રીલંકા ટીમની બસ પર આતંકી હુમલો થયો હતો. પાકિસ્તાનનો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી કારમો પરાજય થયો હતો.
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ 11થી 15 ડિસેમ્બર રાવલપિંડી અને બીજી ટેસ્ટ 19થી 23 ડિસેમ્બર કરાંચીમાં રમાશે.
ગુજરાતમાં 127 નાયબ સેક્શન ઓફિસરની સેક્શન ઓફિસર તરીકે બઢતી સાથે કરાઈ બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
અમરેલી : માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા બનાવ્યો મેગા એકશન પ્લાન, જાણો વિગતે
ઉન્નાવ ગેંગરેપ કેસની પીડિતાના મોત પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ, કહ્યું- માનવતાને લજવનારી ઘટનાથી આક્રોશમાં અને સ્તબ્ધ છું