અમરેલીઃ દીપડાએ સૌરાષ્ટ્રના 5 તાલુકામાં છેલ્લા એક વર્ષમાં 17 જણાના જીવ લીધા હોવાનો વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાનો દાવો કર્યો છે. દરમિયાન આજે વધુ એક પડાએ વધુ એક નિર્દોષ ખેત મજૂર નો લીધો ભોગ બગસરાની સીમમાં મજૂરી કરતા રાજસ્થાની ખેતમજૂર પર દીપડાએ હુમલો કરતા તેનો જીવ ગયો હતો. અમરેલીના બગસરા અને આસપાસના વિસ્તારોમાં માનવભક્ષી દીપડાના વધી રહેલા ત્રાસને કારણે તેને પકડી પાડવા મેગા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.


અમરેલી જિલ્લા કલેકટર અને સીસીએફે સયુંકત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમરેલી, જૂનાગઢ અને ગાંધીનગર વનવિભાગાના કર્મચારીઓ સંયુક્ત ઓપરેશન હાથ ધરશે, માનવભક્ષી દીપડાને ઠાર મારવા વનવિભાગના સ્પે. શૂટરો કામે લાગ્યા છે.

બગસરા પંથકમાં 30 પાંજરા, સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વનવિભાગના ઓપરેશનમાં અમરેલી જિલ્લા પોલીસની ટીમ પણ જોડાશે. આજે સાંજથી મેગા ઓપરેશન શરૂ થશે. ઓપરેશન દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાંજે 7 વાગ્યા બાદ ખેડૂતો અને ખેતમજૂરોને ખેતર નહીં જવા અનુરોધ કરાયો હતો.

આ મામલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જણાવ્યું, 'અમારા પાંચ તાલુકામાં 17 લોકોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા, 67 લોકોને ઘાયલ કર્યા. જંગલ ખાતું દીપડાને કેમ ઠાર નથી મારી શકતા, મારે ન છૂટકે હથિયાર ધારણ કરવું પડ્યું, લોકોની રક્ષા કરવી અમારી ફરજ છે. આજે ખેડૂત આગેવાન તરીકે હથિયાર લઈને નીકળ્યો છે. જંગલ ખાતુ દીપડાને ન પકડી શકે તો અમે ઠાર મારવા સક્ષમ છીએ હું આજે જનપ્રતિનિધિ તરીકે નીકળ્યો છું અને હું જંગલ ખાતાને કહેવા માંગું છું કે તમે ન મારી શકો તો હું ઠાર મારીશ.'

IND v WI: વિરાટ કોહલીએ પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો તોડ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે

હૈદરાબાદ એન્કાઉન્ટર પર CJI અરવિંદ બોબડેએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

ઉન્નાવ ગેંગરેપ કેસની પીડિતાના મોત પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ, કહ્યું- માનવતાને લજવનારી ઘટનાથી આક્રોશમાં અને સ્તબ્ધ છું