PKL Dabang Delhi vs Gujarat Giants : પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝનની 81મી મેચમાં આજે દબંગ દિલ્હી (Dabang Delhi)ની ટક્કર ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants) સાથે થવાની છે. લીગ ટેબલમાં ગુજરાત જાયન્ટ્સ 28 પૉઇન્ટની સાથે  11માં નંબર પર છે, જ્યારે દબંગ દિલ્હી 43 પૉઇન્ટની સાથે ત્રીજા નંબર પર ટકી છે. 


આ સિઝનમાં દિલ્હીએ દમદાર શરૂઆત કરી હતી, રેડર નવીન કુમારના દમ પર દિલ્હી સતત લીગ ટેબલમાં ટૉપ પર રહી હતી. પરંતુ તેના ઇજાગ્રસ્ત થયા બાદથી દિલ્હી દરેક મેચમાં લથડતી દેખાઇ. કેપ્ટન જોગિન્દર નરવાલ પણ ઇજાગ્રસ્ત છે. આવામાં ટીમમાં એટેકની પુરેપુરી જવાબદારી ઓલરાઉન્ડર સંદિપ નરવાલ અને વિજય પર રહેશે. બન્નેએ નવીન એક્સપ્રેસની ગેરહાજરીમાં અત્યાર સુધી સારી રમત બતાવી છે. 


સંદીપ નરવાલે આ સિઝનમાં અત્યાર સુધી 18 રેડ અને 21 ટેકલ પૉઇન્ટ હાંસલ કર્યા છે. વળી, વિજયના 13 મેચોમાં 71 રેડ પૉઇન્ટ છે. મંજિત ચિલ્લર અને જીવા કુમારના અનુભવી ખભાઓ પર ટીમના ડિફેન્ટનો દારોમદાર રહેશે. જોકે કૃષ્ણને ગઇ મેચમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. 


ગુજરાતની ટીમ માટે આ સિઝન અત્યાર સુધી કંઇ ખાસ નથી રહી. ટીમે 11 મેચોમાં માત્ર ત્રણ જીત જ મેળવી છે. જોકે ટીમના કેટલાક ખેલાડીઓ સતત બેસ્ટ રમત રમી રહ્યાં છે. રેડર રાકેશ સંગરોયા 11 મેચોમાં 84 રેડ પૉઇન્ટ મેળવી ચૂક્યો છે. મહેન્દ્ર રાજપૂત તેનો સારો સાથ આપી રહ્યો છે. ગઇ મેચમાં મહેન્દ્રએ 9 પૉઇન્ટ મેળવ્યા હતા. ડિફેન્સમાં કેપ્ટન સુનિલ કુમાર અને પરવેશ ભૈંસવાલ હાલ પરફેક્ટ છે. સુનીલે ગઇ મેચમાં 5 સફળ ટેકલ કર્યા હતા, વળી પરવેશે 11 મેચોમાં અત્યાર સુધી 25 ટેક પૉઇન્ટ કર્યા છે. 


 


આ પણ વાંચો.........


શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી


ICC U-19 World Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે નહી રમાય મેચ, ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ફેન્સની આશાઓ પર ફેરવ્યું પાણી


Tricks: કૉમ્પ્યુટરમા પાસવર્ડ સેટ કરવો હોય કે વેબસાઇટ બ્લૉક કરવી હોય, અજમાવો આ આસાન ટ્રિક્સ...........


ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી


જ્હાન્વી કપૂર સાઉથ ફિલ્મોમાં કરશે એન્ટ્રી, ડેબ્યૂ ફિલ્મમાં આ એક્ટર સાથે રોમાન્સ કરતી દેખાશે, જાણો વિગતે


JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........


WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........