નવી દિલ્હીઃ આજકાલ લોકો કૉમ્પ્યુટરનો ખુબ ઉપયોગ કરી રહ્યાં છે. મોટા ભાગના કામો લોકો કૉમ્પ્યુટરના મારફતે કરી રહ્યાં છે. પરંતુ કેટલાય લોકો એવા છે જેને કૉમ્પ્યુટરની ઉપયોગી ટ્રિક્સ વિશે નથી ખબર. જો તમે કૉમ્પ્યુટરની કેટલીક ખાસ ટ્રિક્સ વિશે જાણવા માંગતા હોય તો અહીં અમે તમને તેના વિશે માહિતી આપી રહ્યાં છીએ. જેમ કે જુનો પાસવર્ડ નાંખ્યા વિના નવો પાસવર્ડ સેટ કરવો, કે પછી કોઇ વેબસાઇટને બ્લૉક કરવી વગેરે વગેરે.... 

Continues below advertisement

જુનો પાસવર્ડ નાંખ્યા વિના સેટ કરો નવો પાસવર્ડ આ માટે સૌથી પહેલા તમારે તમારા કૉમ્પ્યુટરમાં Command Promptને ઓપન કરવુ પડશે. બાદમાં Command Prompt પર રાઇટ ક્લિક કરીને Run as administrator કરવુ પડશે. હવે ટાઇપ કરવાનુ છે net user, આ ટાઇપ કરતા જ તમારા કૉમ્પ્યુટરના જેટલા યૂઝર્સ છે તે શૉ થઇ જશે. net user બાદ જે પણ યૂઝર name છે, તેને ટાઇપ કરવાનુ છે.આ પછી સ્પેશનુ બટન દબાવવાનુ છે, અને હવે નવો પાસવર્ડ સેટ તમે સેટ કરી શકો છે. અહીં તમારે જુના પાસવર્ડની કોઇ જરૂર નહીં પડે. હવે enter દબાવવાનુ છે. આમ કરવાથી તમારી સ્ક્રીન પર દેખાશે the command completed successfully. આનો અર્થ છે તમારા કૉમ્પ્યુટર કે લેપટૉપનો પાસવર્ડ ચેન્જ થઇ ચૂક્યો છે, તે પણ કન્ટ્રૉલ પેનલમાં ગયા વિના. 

વેબસાઇટને કઇ રીતે કરી શકાય બ્લૉક જો તમે કોઇ વેબસાઇટને તમારા કૉમ્પ્યુટરમાં એક્સેસ ના થવા દેવા માંગતા હોય તો તેને બ્લૉક કરી શકો છો. આ માટે તમારે રન મૉડ ઓપન કરવાનુ છે કે પછી કીબોર્ડની મદદથી window +R નુ બટન દબાવવાનુ છે. રન મૉડ ઓપન થતા તમારે %windir%system32driversetc ટાઇપ કરવાનુ છે. આમ કરવાથી સીધા ફૉલ્ડરમાં આવી જશો. અહીં તમને hosts લખેલુ દેખાશે. રાઇટ ક્લિક કરશો તો open with લખેલુ આવશે, તેના પર ક્લિક કરશો તો Notepad લખેલુ દેખાશે. હવે આના પર ક્લિક કરો પછી ફાઇલ ઓપન થઇ જશે. હવે વેબસાઇટને બ્લૉક કરવા માટે એક લૉકલ આઇપી એડ઼્રેસ 127.0.0 ટાઇપ કરવાનુ છે. આ પછી ઉપર જે પણ આઇપી એડ્રેસનો છેલ્લો નંબર આવશે તેનાથી એક નંબર વધુ ટાઇપ કરવાનો છે. જેમ કે ઉપર 1 લખ્યો છે તો તમારે ટાઇપ કરવાનુ છે 127.0.0.2 હવે સ્પેસ આપીને વેબસાઇટનુ નામ છે તે નાંખી દેવાનુ છે. આ પછી આખુ આઇપી એડ્રેસ કૉપી કરીને ફરીથી પેસ્ટ કરવાનુ છે. આ પ્રૉસેસને ફોલો કરીને તમે કોઇપણ વેબસાઇટને તમારા કૉમ્પ્યુટર પર બ્લૉક કરી શકો છો.

Continues below advertisement

આ પણ વાંચો...........

TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................

WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર

રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?

LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન

Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે