રેસલર ગીતા ફોગાટ બની માતા, પુત્રને આપ્યો જન્મ, સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ
abpasmita.in | 24 Dec 2019 09:31 PM (IST)
ગીતા ફોગાટે 20 નવેમ્બર, 2016ના રોજ રેસલર પવન કુમાર સાથે લગ્ન કર્યા હતા. તેણે કોમનવેલ્થ ગેમ્સ 2010માં ભારતની પ્રથમ મહિલા રેસલર તરીકે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નવી દિલ્હીઃ સેલિબ્રિટી મહિલા રેસલર અને કોમનવેલ્થ ગેમ્સ-2010માં ગોલ્ડ મેડલ વિનર ગીતા ફોગાટે મંગળવારે માતા બની હતી. તેણે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રની તસવીર તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે અને તેની સાથે એક કેપ્શન પણ લખ્યું છે. ગીતા ફોગાટે લખ્યું, પુત્ર આ દુનિયામાં તારું સ્વાગત છે. બાળકને જન્મ આપવાના અનુભવને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તેની બહેન અને દંગલ ગર્લ બબીતા ફોગાટે પણ બાળકના જન્મ પર બહેનને અભિનંદન આપ્યા હતા. બબીતા ફોગાટે ટ્વિટ કરીને લખ્યુ, બહેન તને મા બનાવા પર અભિનંદન. બાળકની લાંબી ઉંમર થાય અને જિંદગી ખુશખુશાલ રહે તથા દુનિયા પ્રેમ કરે તેવી આશા રાખુ છું. ગીતા ફોગાટે 20 નવેમ્બર, 2016ના રોજ રેસલર પવન કુમાર સાથે લગ્ન કર્યા હતા. તેણે કોમનવેલ્થ ગેમ્સ 2010માં ભારતની પ્રથમ મહિલા રેસલર તરીકે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ દંગલ પણ ગીતા ફોગાટ અને તેની બહેનના જીવન પર આધારિત છે. ગીતા ફોગાટ ખતરો કે ખિલાડી શોમાં પણ હિસ્સો લઈ ચુકી છે. સિલેક્ટર્સ પર ભડક્યો હરભજન સિંહ, કહ્યું- આ ખેલાડીને કેમ ન કરી પસંદગી ? NPR અને NRC વચ્ચે કોઈ સંબંધ નથીઃ ગૃહમંત્રી અમિત શાહ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટન મોદી કેબિનેટે NPR અપડેટ કરાવવાને આપી મંજૂરી, એપ દ્વારા થશે વસતી ગણતરી