ઈન્દોરઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં આજે બીજી ટી-20 રમાઈ હતી શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 143 રનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 17.7 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 144 રન બનાવી મેચ 7 વિકેટથી જીતી હતી. વિરાટ કોહલી 17 બોલમાં 30 રન અને રિષભ પંત 1 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. આ દરમિયાન કોહલીએ બે રેકોર્ડ બનાવ્યા હતા.


આજની મેચમાં કોહલી ચોથા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. 1 રન બનાવવાની સાથે જ તેણે રોહિત શર્માનો મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. કોહલી T20 સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ઈન્દોરમાં 30 રનની અણનમ ઈનિંગ રમવાની સાથે કોહલીના નામે 2663 રન થઈ ગયા છે. આ પહેલા કોહલી અને રોહિત શર્મા 2634 રન સાથે બરાબરી પર હતા.

આ ઉપરાંત કોહલીએ આજની ઈનિંગ દરમિયાન કેપ્ટન તરીકે T-20 ક્રિકેટમાં 1000 રન પણ પૂરા કર્યા હતા.

T20માં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી

વિરાટ કોહલીઃ 2663 રન

રોહિત શર્માઃ 2633 રન

માર્ટિન ગપ્ટિલઃ 2436 રન

શોએબ મલિકઃ 2263 રન

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરના દીકરાની કારનો થયો અકસ્માત, મહિલા ગંભીર રીતે થઈ ઘાયલ

વેકેશન પરથી પરત ફરતાં જ બદલાયો સારા અલી ખાનનો લુક, બિકિની છોડી પહેર્યો ભારતીય ડ્રેસ

મુકેશ અંબાણી, રતન ટાટા સહિતના ઉદ્યોગપતિઓએ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે સાથે કયા મુદ્દે કરી મુલાકાત, જાણીને ચોંકી જશો