ઈન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઈંદોરમાં 14 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટીમ સાથે જોડાઈ ગયો છે. તેણે મંગળવારે હોલકર સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. બીસીસીઆઈએ વીડિયો શેર કર્યો છે.


બાંગ્લાદેશ સામે ટી-20 સીરિઝ દરમિયાન વિરાટ કોહલી બ્રેક પર જતો રહ્યો હતો. તેની ગેરહાજરીમાં રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી હતી. ભારતે આ સીરિઝ 2-1થી જીતી હતી.


આ પહેલા મંગળવાર સવારે એક ફોટો શૂટ દરમિયાન કોહલી બાળકો સાથે ગલી ક્રિકેટ રમતો નજરે પડ્યો હતો. આ અંગેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.  કોહલીએ શહેરની એક ટાઉનશિપમાં ફોટો શૂટ દરમિયાન બાળકો સાથે ગલી ક્રિકેટમાં હાથ અજમાવ્યો હતો. આ દરમિયાન તે બાળકો સાથે હસી-મજાક કરતો જોવા મળ્યો હતો.


મહારાષ્ટ્રમાં જલદી બનશે સ્થિર સરકાર, રાષ્ટ્રપતિ શાસન દુર્ભાગ્યપૂર્ણઃ ફડણવીસ

રાજકોટમાં ભારે પવન સાથે પડ્યો કમોસમી વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં પલળી ગયો કપાસનો જથ્થો

મહેબુબા મુફ્તી અને ભાજપ સરકાર બનાવી શકે તો અમે પણ બનાવી શકીએઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી નથી ઈચ્છતાઃ શરદ પવાર; કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવું રાજ્યપાલની ભૂલ: અહમદ પટેલ