ઓકલેન્ડઃ ભારતીય ટીમ 6 સપ્તાહના ન્યૂઝીલેન્ડ પ્રવાસે પહોંચી ગઈ છે. શુક્રવારે 24 જાન્યુઆરીએ પાંચ મેચની ટૂ-20 ઈન્ટરનેશનલ સીરિઝનો પહેલો મુકાબલો રમાશે. ટી-20 સીરિઝ ઉપરાંત ભારતીય ટીમ ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ પણ રમશે.

કેપ્ટન વિરાટ કોહલીએ ઑકલેન્ડ પહોંચ્યા બાદ બે તસવીર શેર કરી છે. જેમાં એક તસવીરમાં કોહલીએ શ્રેયસ ઐયર અને શાર્દુલ ઠાકુર સાથે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું કે અમે ઑકલેન્ડ પહોંચી ગયા. આ તસવીર બાદ વિરાટે સાથી ખેલાડીઓ સાથે લંચ કરતો હોય તેવી તસવીર પણ શેર કરી છે.

કોહલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી કેએલ રાહુલ, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા સાથે લંચની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને વિરાટે લખ્યું કે, શાનદાર જિમ સેશન અને ઑકલેન્ડમાં લંચ.


INDvNZ T-20 સીરીઝ કાર્યક્રમ

પ્રથમ ટી20, 24 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે

બીજી ટી20, 26 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે

ત્રીજી ટી20, 29 જાન્યુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, બપોરે 12.30 કલાકે

ચોથી ટી20, 31 જાન્યુઆરી, વેસ્ટ પેક સ્ટેડિયમ-વેલિંગ્ટન, બપોરે 12.30 કલાકે

પાંચમી ટી20, 02 ફેબ્રુઆરી, બે ઓવલ-માઉન્ટ માઉન્ગનઇ, બપોરે 12.30 કલાકે

INDvNZ ODI સીરીઝ કાર્યક્રમ

પ્રથમ વન ડે, 5 ફેબ્રુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, સવારે 7.30 કલાકે

બીજી વન ડેઃ 8 ફેબ્રુઆરી, ઈડન પાર્ક, ઓકલેન્ડ, સવારે 7.30 કલાકે

ત્રીજી વન ડેઃ 11 ફેબ્રુઆરી, બે ઑવલ, સવારે 7.30 કલાકે

સાવલીના MLA કેતન ઇનામદારના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે શું કર્યુ ટ્વિટ, જાણો વિગત

વડોદરાઃ BJPમાં ભડકો, સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું રાજીનામું, જાણો વિગતે

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન થયા મંજૂર, કોર્ટે મુકી આ શરત, જાણો વિગત