વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું છે અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો છે. વિકાસ કાર્યો ન થતાં હોવાથી રાજીનામુ આપ્યું છે. લાંબા સમયથી તેઓ નારાજ હતા.

ઈનામદારે પોતાના ત્યાગપત્રમાં લખ્યું કે 'વહીવટીતંત્રના સંકલન તેમજ ઉદાસીનતાના અભાવે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા ધારાસભ્ય પદની ગરીમા અને સન્માન ન જળવાતા હોવાથી તેમજ સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓના દરેક તબક્કે માન સન્માન જાળવવાના ભોગે પ્રજાના પ્રતિનિ એવા ધારાસભ્યના પદ અને હોદ્દાની અવગણના કરવામાં આવે છે.'



ઈનામદારે લખ્યું 'ભારતીય જનતા પાર્ટીની શીસ્ત અને સિદ્ધાંતોને વળગી રહીને અત્યાર સુધી પ્રજાલક્ષી કામો કરતો આવ્યો છું. પ્રજાના સેવક તરીકે અમુક બાબતોમાં સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં મંત્રીઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય તરીકે મારી તથા સાથી ધારાસભ્યોની અવગણના કરે તે દુ:ખદ છે. મારા સાથી ધારાસભ્યોની લાગણીઓ બહાર લાવવા તથા મારી અવગણાએ મારા મતક્ષેત્રના પ્રજાજનોના હિતની અવગણતા છે.'

ઈનામદાર પત્રમા ઉમેરે છે કે મારા પ્રજાજનો હિતો અત્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે મારે ભારે હ્દયે પક્ષની તમામ શિશ્ત અને વિચારધારાને આજદીન સુધી નિભાવી છે. અને નાછુટકે હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર 135- સાવલી વિધાનસભાના ધારાસભ્યપદ પરથી પ્રજાના હિતમાં રાજીનામું આપું છું.

ઈન્ટરપોલે નિત્યાનંદની ભાળ મેળવવા બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરીઃ ગુજરાત પોલીસ

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલના જામીન થયા મંજૂર, કોર્ટે મુકી આ શરત, જાણો વિગત

ગૌતમ અદાણીએ કહ્યું, 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સૌર કંપની બનવાનો છે લક્ષ્ય

 મુંબઈમાં 24 કલાક ખુલ્લા રહેશે મૉલ, રેસ્ટોરન્ટ અને પબ, કેબિનેટે આપી મંજૂરી