નાગપુરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી-20 સીરિઝની નિર્ણાયક મેચ આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની છે. આ નિર્ણાયક મુકાબલાની પૂર્વ સંધ્યાએ ટીમ ઈન્ડિયાએ ભારતીય વાસુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ સાથે મુલાકાત કરી હતી.


વાયુસેનાના પાયલટ લાલ રંગની વર્દીમાં હતા. શિખર ધવન, રિષભ પંત અને મનીષ પાંડે સાથે કૉચ રવિ શાસ્ત્રીએ વાયુસેનાના જવાનો સાથે લગભગ એક કલાક સુધી સમય વિતાવ્યો હતો. આ દરમિયાન એરોબેટિક દળે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને સ્મૃતિ ચિહ્ન ભેટ કર્યું હતું. વાયુસેનાના આ પાયલટ અહીં ‘એર ફેસ્ટ 2019’ માટે હાજર હતા.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે નિર્ણાયક મેચ છે. બંને ટીમ 1-1ની બરોબરી પર છે. એવામાં જે ટીમ જીતશે તે સીરિઝ પોતાના નામે કરશે. સીરિઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટ હરાવીને ઇતિહાસ રચ્યો હતો.

પંતના બચાવમાં ખુલીને આવ્યો રોહિત શર્મા, કહી આ મોટી વાત

રોહિત શર્માએ બનાવ્યો સિક્સરનો અનોખો રેકોર્ડ, જાણો વિગત