ઈજા દરમિયાન રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લીધી અને જલદી વાપસી કરવાની જાહેરાત પણ શાનદાર રીતે કરી હતી. શિખર ધવને ઘોડા પર બેસીને ઈન્સ્ટાગ્રામ પરથી એક તસવીર શેર કરી છે. જેની સાથે તેણે ફિલ્મ શોલેનો એક ડાયલોગ લખ્યો છે. પોસ્ટનું કેપ્શન આપ્યું છે ‘કિતને બોલર થે ? ગબ્બર ઈઝ બેક.’
ક્યારે કરી શકે છે વાપસી ?
શિખર ધવન હવે માર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વન ડે સીરિઝથી વાપસી કરી શકે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ 12, 15 અને 18 માર્ચે રમાશે. જેના 11 દિવસ બાદ આઈપીએલ 2020નો આરંભ થશે.
કેવી છે કરિયર ?
શિખર ધવને 34 ટેસ્ટની 58 ઈનિંગમાં 7 સદી અને 5 અડધીની મદદથી 2315 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 190 રન છે. 136 વન ડેમાં 7 વખત નોટઆઉટ રહીને તેણે 5688 રન બનાવ્યા છે. જેમાં 17 સદી અને 29 અડધી સામેલ છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 143 રન છે. 61 ટી20માં તેણે 1588 રન બનાવ્યા છે અને સર્વોચ્ચ સ્કોર 92 રન છે.
IND vs NZ: ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની થઈ પ્રથમ હાર, આ રહ્યા કારણો
ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત