મુંબઈઃ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ઘરેલુ શેરબજારમાં મોટો કડાકો બોલ્યો હતો. સેન્સેક્સ 806.89ના કડાકા સાથે 40363.23ની સપાટી પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 251.45 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. ચીન બાદ હવે દક્ષિમ કોરિયામાં જીવલેણ કોરોના વાયરસ ફેલાયો હોવાની ખબરના કારણે વિશ્વભરના બજારોમાં આવેલા ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.
રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા ?
શેરબજારમાં આજે બોલેલા કડાકાના કારણે રોકાણકારોની સંપત્તિમાં 3.17 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. એક્સપર્ટ્સના કહેવા મુજબ કોરાના વાયરસના કારણે બિઝનેસ એક્ટિવિટી ઘણી ધીમી થઈ ગઈ છે. તેથી અર્થશાસ્ત્રીઓએ ગ્લોબલ ગ્રોથનો અંદાજ ઘટાડી દીધો છે.
મેટલ ઈન્ડેક્સમાં સાડા ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો
મેટલ કંપનીઓના શેરોમાં 6 સુધી ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારો કોરોનાના પ્રકોપથી રોકાણ કરવા નિરાશ છે. દિવસભરના કારોબારમાં મેટલ ઈન્ડેક્સમાં સાડા ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઓટો ઈન્ડેક્સ 3.51 ટકાના ઘટાડા સાથે 4 મહિનાના નીચલા સ્તર પર બંધ રહ્યો હતો.
ટ્રમ્પના ભારત પ્રવાસથી શું છે અપેક્ષા
એક્સપર્ટના કહેવા મુજબ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસમાં કોઈ મોટી ડીલ થવાની આશા નથી. તેથી શેરબજાર પહેલાથી જ આ બાબતની અવગણના કરી ચુક્યું છે. ટ્રમ્પની યાત્રા દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સી હૉક હેલિકોપ્ટર્સની ડીલ થઈ શકે છે. આ ઉપરાંત ડેટા સ્પીડની દુનિયામાં નવી ક્રાંતિ 5Gને લઈ વાતચીત કરશે.મંગળવારે બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય બેઠક થશે, જેમાં આ બાબતે ચર્ચા થઈ શકે છે.
IND vs NZ: ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની થઈ પ્રથમ હાર, આ રહ્યા કારણો
ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત
આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં કયા ગુજરાતી રહ્યા હાજર ? જાણો વિગત
કોરોનાના ડરથી શેરબજારમાં બોલ્યો 807 પોઈન્ટનો કડાકો, જાણો રોકાણકારોના કેટલા કરોડ ડૂબ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Feb 2020 07:44 PM (IST)
એક્સપર્ટ્સના કહેવા મુજબ કોરાના વાયરસના કારણે બિઝનેસ એક્ટિવિટી ઘણી ધીમી થઈ ગઈ છે. તેથી અર્થશાસ્ત્રીઓએ ગ્લોબલ ગ્રોથનો અંદાજ ઘટાડી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -