નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતનો 10 વિકેટ કારમો પરાજય થયો હતો. બીજી ઈનિંગમાં ભારત 191 રનમાં ઓલઆઉટ થયું હતું અને યજમાન ટીમને જીતવા માત્ર 9 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને વિના વિકેટે હાંસલ કર્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં ભારત પ્રથમ ઈનિંગમાં 165 રનમાં ખખડી ગયું હતું. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 348 રન બનાવીને ભારત પર 183 રનની લીડ લીધી હતી. ભારતની આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આ પ્રથમ હાર હતી. જેના માટે આ કારણો જવાબદાર રહ્યા.


પૂંછડીયા બેટ્સમેનને ન કરી શક્યા આઉટ: ભારતના બોલરોની નબળાઈ કહો કે કોહલીની કેપ્ટનશિપમાં ખામી ફરી એક વખત સામે આવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય બોલર્સ મિડલ ઓર્ડરના બેટ્સમેનોને આઉટ કરી દે છે પરંતુ લોઅર ઓર્ડરના બેટ્સમેનો પરેશાન કરી જાય છે. આજે ભારતની ન્યૂઝીલેન્ડ સામે થયેલી 10 વિકેટથી હારમાં પણ આવું જ થયું હતું. ભારતના પ્રથમ ઈનિંગમાં 165 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ એક તબક્કે 225 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ભારત પાસે ન્યૂઝીલેન્ડેન 250 રનની આસપાસ ઓલઆઉટ કરવાની તક હતી. પરંતુ છેલ્લી ત્રણ વિકેટે 123 રન ઉમેર્યા હતા. પ્રથમ ટેસ્ટ રમી રહેલા જેમિસને 45 બોલમાં 44 રન અને ટ્રેન્ટ બોલ્ટે 24 બોલમાં 38 રન ફટકાર્યા હતા. જે ભારતની હાર માટે નિર્ણાયક સાબિત થયા હતા.

ન ચાલ્યા ઓપનર્સઃ રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં ભારતે તેના સ્થાને ઓપનર તરીકે પૃથ્વી શૉને સામેલ કર્યો હતો. પૃથ્વી મળેલી તક ઝડપી શક્યો નહોતો. ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર શરૂઆત અપાવવાની જવાબદારી ઓપનર પર હોય છે. પૃથ્વી શૉએ પ્રથમ ઈનિંગમાં 16 અને બીજી ઈનિંગમાં 14 રન બનાવ્યા હતા. જ્યારે મયંક અગ્રવાલે પ્રથમ ઈનિંગમાં 34 અને બીજી ઈનિંગમાં 58 રન બનાવ્યા હતા. ઓપનર્સે પ્રથમ ઈનિંગમાં 16 અને બીજી ઈનિંગમાં 27 રનની પાર્ટનરશિપ કરી હતી.

મિડલ ઓર્ડરનો કંગાળ દેખાવઃ ભારતનો મિડલ ઓર્ડર આ મેચમાં સદંતર નિષ્ફળ રહ્યો હતો. કોહલી (પ્રથમ ઈનિંગમાં 2 રન અને બીજી ઈનિંગમાં19 રન), પુજારા (પ્રથમ અને બીજી ઈનિંગમાં 11-11 રન), હનુમા વિહારી (પ્રથમ ઈનિંગમાં 7 રન અને બીજી ઈનિંગમાં 15 રન) ફ્લોપ રહ્યા હતા. અજિંક્ય રહાણેએ (46 રન અને 29 રન) બંને ઈનિંગમાં થોડો પ્રતિકાર કર્યો હતો. રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિન પણ બેટથી ખાસ દેખાવ કરી શક્યા નહોતા.

ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગત

આગ્રા એરપોર્ટ પર ટ્રમ્પના સ્વાગતમાં કયા ગુજરાતી રહ્યા હાજર ? જાણો વિગત

ટ્રમ્પના અમદાવાદ આગમનથી મોટેરા સ્ટેડિયમમાં સંબોધન સુધીની સફર, જુઓ તસવીરોમાં

અમદાવાદના મોટેરામાં બોલ્યા ટ્રમ્પ, આગામી 10 વર્ષમાં ભારતમાંથી ગરીબી થશે દૂર, જાણો 10 મોટી વાત