કેમ ICCએ લગાવ્યો પ્રતિબંધ
આઈસીસીએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, અમેરિકાના નિસર્ગ પટેલની બોલિંગ એકશનની સ્વતંત્ર તપાસ કરવામાં આવી હતી. જેમાં તેની એક્શન અયોગ્ય જણાઈ હતી અને આ કારણે તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે ળેચ.
કેમ થઈ બોલિંગ એક્શન અયોગ્ય
આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડ લીગ-2ના કાઠમાંડુમાં 11 ફેબ્રુઆરીએ રમાયેલી ઓમાન અને અમેરિકાની મેચમાં તેની બોલિંગ એક્શનની ફરિયાદ થઈ હતી. જે બાદ આઈસીસીએ બોલિંગ નિયમ 4.7 મુજબ તપાસ કરી. જેમાં ખબર પડી કે પટેલનો હાથ 15 ડિગ્રી કરતા વધારે વળે છે. નિયમ મુજબ તેને અયોગ્ય માનવામાં આવ્યે છે.
ક્યાં સુધી બોલિંગ નહીં કરી શકે
નિસર્ગ પટેલ નિષ્ણાતોની પેનલના માર્ગદર્શનમાં બોલિંગ એક્શનનો રિવ્યૂ કરાવશે અને આઈસીસીના ટેસ્ટ સેન્ટરમાં સ્વતંત્ર તપાસનો રિપોર્ટ દાખલ કરશે ત્યાં સુધી તે બોલિંગ નહીં કરી શકે.
અમેરિકા તરફથી ફાસ્ટેટ ફિફ્ટીનો રેકોર્ડ છે પટેલના નામે
પ્રતિબંધ સુધી તે ટીમમાં બેટ્સમેન તરીકે સ્થાન જાળવી રાખશે. વન ડેમાં તેની સરેરાશ 20.28ની છે. તેણે ચાલુ મહિનાની શરૂઆતમાં ઓમાન સામે 32 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જે અમેરિકા તરફથી વન ડેમાં સૌથી ઝડપી અડધી સદી છે. નિસર્ગે 8 વન ડેમાં 142 રન બનાવ્યા છે. જ્યારે 4 ટી-20 ઈન્ટરનેશલ પણ રમી ચુક્યો છે. વન ડેમાં તેણે 7 વિકેટ અને ટી-20માં 5 વિકેટ લીધી છે.
અમેરિકન ફસ્ટ લેડી મેલનિયા ટ્રમ્પ પતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ POTUS તરીકે કેમ કરે છે ?
INDvNZ: આવતીકાલે પ્રથમ ટેસ્ટ, જાણો કોહલી કયા 11 ખેલાડી સાથે ઉતરી શકે છે મેદાનમાં
કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-2ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3નાં મોત, 10 ઘાયલ