કુંતલ ચક્રવર્તી, એબીપી ન્યૂઝઃ ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી આજે બપોરે એક પ્રેસ કૉન્ફરન્સ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, બીજી ટેસ્ટમાંથી ઇજાના કારણે ખસી ગયેલો વિરાટ ત્રીજી ટેસ્ટ રમવા માટે ફિટ લાગી રહ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યાની આસપાસ વિરાટની પ્રેસ કૉન્ફરન્સ યોજાશે, રિપોર્ટ છે કે, આ પ્રેસમાં વિરાટ સેન્ચૂરિયન અને જ્હોનિસબર્ગ ટેસ્ટ વિશે નહીં બોલે પરંતુ આગળની કેપટાઉન ટેસ્ટની રણનીતિ અને તેને લગતા મુદ્દાઓ વિશે વાત કરી શકે છે.
રિપોર્ટ છે કે, જ્હોનિસબર્ગ ટેસ્ટમાં ઇજા થવાના કારણે વિરાટ કોહલી અંત સમયે ટીમમાંથી બહાર થઇ ગયો હતો અને તેની જગ્યાએ કેએલ રાહુલે કેપ્ટનશીપ કરી હતી, જોકે, મેચમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રેસમાં તે પોતાની ઇજા અંગે પણ મોટા ખુલાસો કરી તે નવાઇ નહીં.
ખાસ વાત છે કે આગાઉ કૉચ રાહુલ દ્રવિડે કહ્યું હતુ કે, વિરાટ કેપટાઉન ટેસ્ટ બાદ એટલે કે તેની 100મી ટેસ્ટ બાદ મીડિય સામે આવશે. જોકે, જ્હોનિસબર્ગ ટેસ્ટમાં ન હતો રમ્યો એટલે 100 ટેસ્ટનો આંકડો હજુ વાર લાગશે. દ્રવિડે કહ્યું હતુ કે, બીસીસીઆઇ પણ ઇચ્છે છે કે વિરાટ કોહલી 100 ટેસ્ટ બાદ મીડિયા સામે આવે.
કેપટાઉન મેચ વિરાટની 99મી મેચ હશે. પરંતુ આ પહેલા તેની પ્રેસ તમામ ફેન્સ માટે ચોંકાવનારી રહેશે. ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપમાં હાર બાદ વિરાટને ટી20 અને વનડે ટીમના કેપ્ટન પદેથી બીસીસીઆઇ દ્વારા દુર કરવામાં આવ્યો હતો, અને રોહિત શર્માને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, આ વાતને લઇને વિવાદ થયો હતો. આ વિવાદ છેવટે બીસીસીઆઇ અધ્યક્ષ ગાંગુલી અને વિરાટ વચ્ચે આવ્યો હતો. આજની પ્રેસમાં આ વિવાદ અંગે વિરાટ કોહલી કંઇક બોલે તો નવાઇ નહીં.
આ પણ વાંચો...........
Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો
NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ
Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?
બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો
કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........