Australian Tennis Star Nick Kyrgios: ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર નિક કિર્ગિયોસ હવે મુશ્કેલીમાં મુકાઇ શકે છે. આ પાછળનું કારણ તેની એક મહિલા ફેન્સ છે.  આ વર્ષે વિમ્બલ્ડનની ફાઈનલ મેચમાં નિક કિર્ગિઓસ અને એક મહિલા ફેન્સ વચ્ચે આવી ઘટના બની, જેણે ટેનિસ સ્ટારને મુશ્કેલીમાં મૂકી દીધો છે.


વાસ્તવમાં આ વર્ષે 10 જૂલાઈએ લંડનમાં રમાયેલી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનની ફાઇનલમાં સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચે નિક કિર્ગિયોસને 4-6, 6-3, 6-4, 7-6 (3)થી હરાવ્યો હતો. આ મેચ દરમિયાન નિક કિર્ગિઓસે એક મહિલા ફેન પર ખૂબ નશામાં હોવાનો અને તેનું ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવ્યો હતો.


નિક કિર્ગિઓસના આરોપો બાદ મહિલા ફેન્સે બહાર જવું પડ્યું હતું. આ જ કારણ છે કે હવે તે જ મહિલા પ્રશંસકે કિર્ગિઓસ વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. મહિલા ફેન Anna Palusએ કહ્યું હતું કે આ ઘટના પછી તેને અને તેના પરિવારને ઘણી ટીકા અને ટોણાનો સામનો કરવો પડ્યો છે. આ કારણે તેણે નિક વિરુદ્ધ કેસ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.


વાસ્તવમાં ફાઇનલ મેચ દરમિયાન નિક કિર્ગિઓસે મહિલા વિશે ચેર અમ્પાયરને ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે ઓડિયન્સમાં બેઠેલી મહિલા ખૂબ જ નશામાં છે અને મારી સાથે સતત વાત કરીને મારું ધ્યાન ભટકાવી રહી છે. મહિલા આવી લાગી રહી હતી જાણે તેણે 700 ડ્રિંક્સ લીધાં છે.


હવે મહિલાએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે હું મારી માતા સાથે વિમ્બલ્ડનની ફાઈનલ જોવા આવી હતી. અમે આતુરતાથી આની રાહ જોઈ રહ્યા હતા. આ ફાઈનલ દરમિયાન નિક કિર્ગિઓસ દ્વારા મારા પર લગાવવામાં આવેલા આરોપો તદ્દન ખોટા અને સત્યની બહાર છે.


આ આરોપોને કારણે મારે ઘણું સહન કરવું પડ્યું હતું. મારે ફાઈનલ મેચમાંથી પણ બહાર જવું પડ્યું હતું. ત્યારબાદ નિક કિર્ગિઓસનું નિવેદન આખી દુનિયામાં જોવા અને વાંચવામાં આવ્યું. તેનાથી મને અને મારા પરિવારને ઘણું નુકસાન થયું છે. મેં આ બાબતે ઘણો વિચાર કર્યો છે. ત્યાર બાદ જ કેસ દાખલ કરવાનું વિચાર્યું. મેં મારા વકીલ, બ્રેટ વિલ્સન એલએલપીને આ બાબતે મારો કેસ લડવાની વાત કરી છે. ટ્રાયલ પછી મને જે પણ વળતર મળશે તેનું હું દાન કરીશ.


India A squad for NZ series: ન્યૂઝિલેન્ડ A વિરુદ્ધ ઇન્ડિયા A ટીમની જાહેરાત, આ ગુજરાતીને બનાવાયો કેપ્ટન


Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો


Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દિવ્યાંગો માટે કર્યો મહત્વનો નિર્ણય, હવે રાજ્ય બહાર પણ મળશે આ લાભ


Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ