નવી દિલ્હીઃ ભારતીય રમત પર એક મોટુ કલંક લગાડતો કિસ્સો સામે આવ્યો છે, બર્મિંગહામમાં આગામી 28 જુલાઇથી કોમનવેલ્થ ગેમ્સ 2022નુ શરૂઆત થવા જઇ રહી છે, ત્યારે આ પહેલા ભારતીય ખેલાડીનુ એક ગેરશિસ્તભર્યુ વર્તન કેમેરામાં કેદ થઇ ગયુ છે. ખરેખરમાં, ભારતીય રેસલિંગ ફેડરેશને 28 જુલાઈથી બર્મિંગહામમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે મંગળવારે દિલ્હીમાં ટ્રાયલ્સનું આયોજન કર્યું હતું, આ દરમિયાન એક રેસલરે રેફરી સાથે જ ઝઘડો કરી નાંખ્યો હતો.
કિસ્સો એવો છે કે, ભારતીય રેસલર સતીન્દર મલિકને કોમનવેલ્થ ગેમ્સના ટ્રાયલ દરમિયાન 125 કિગ્રા વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો હતો, આ હારથી રેસલર ખુબ ગુસ્સે ભરાયો હતો, અને મેચ બાદ તેને મેચ રેફરી જગબીર સિંહ સાથે ઝઘડો કરી નાંખ્યો હતો,
એટલુ જ નહીં તેને રેફરીને મેદાનમાં જ માર માર્યો હતો, આ ઘટનાથી સમગ્ર રેસલિંગ જગતમાં સન્નાયો વ્યાપી ગયો હતો. જોકે, બાદમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ રેસલર સતીન્દર મલિક પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો.........
Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી