Malware Apps: ગૂગલ (Google) તરફથી Google Play Store માંથી 7 એપ્સને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આ એન્ડ્રોઇડ એપ્સ જોકર માલવેર લાવે છે, જે પૈસા ચોરવાની ચોરી કરી શકે છે. Google Play Store પર જોકર માલવેયરને સિક્રેટ રીતે ચલાવનારી 7 એપ છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે એકવાર જ્યારે એપ Google Play Store માંથી ડાઉનલૉડ કરી લેવામાં આવે છે, તો માલવેયર સબ્સક્રિપ્શન પેમેન્ટના નામ પર એન્ડ્રોઇડ યૂઝર્સના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ચોરી કરવાનુ કામ કરે છે. સાથે જ માલવેયર (Malware) યૂઝર્સ પાસેથી Facebook માં લૉગીનની પરમીશન માંગે છે, અને પછી ખોટો કૉડ નાંખીને યૂઝર્સના ફ્રેડેનશલ ચોરી કરી લે છે, આ પછી બેન્ક ફ્રૉડની ઘટનાને અંજામ આપવામાં આવે છે.
ફોનમાંથી તરત જ ડિલીટ કરી દો આ એપ્સ- Googleએ આ એપ્સને Play Store માંથી હટાવી લેવામા આવી છે, પરંતુ જો તમારા સ્માર્ટફોન પર એપ્સ હોય તો, તેને તરત જ ડિલીટ કરી દો. નહીં તો તમને મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. ગૂગલની પ્રતિબંધિત એપ તમારા એકાઉન્ટમાંથી ફ્રૉડની ઘટનાઓ માટે જવાબદાર બની શકે છે. સાથે જ તમારી પર્સનલ જાણકારીના બદલે પૈસાની માગં કરી શકે છે. કાસ્ટપરકીના રિસર્ચર ઇગૉર ગોલોવિનના અનુસાર, જોકર જેવા માલવેયર સામાન્ય રીતે Google Playમાંથી ફેલાય છે. જોકર માલવેયર મેલિશિયસ કૉડ જોડીને એક અલગ નામથી સ્ટૉર પર ફરીથી અપલૉડ થતી રહે છે.
આ એપ્સને તરતજ કરો ડિલીટ -
Enjoy Photo EditorDaily Fitness OLPhoto Gaming PuzzlePanorama CameraBusiness Meta ManagerSwarm PhotoCryptomining Farm Your own Coin
આ પણ વાંચો......
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં
પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો
આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ
SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે
Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ