Jio ફાઇબરને ફટકો, સ્પીડમાં થયો અકલ્પનીય ઘટાડો, જાણીને ચોંકી જશો
abpasmita.in | 15 Dec 2019 11:15 AM (IST)
ટ્વિટર પર યૂઝર્સે લખ્યું કે, હવે જિયો ફાઇબર કનેકશન સાથે મળનારી અપલોડ સ્પીડ ઓરિજનલ સ્પીડની તુલનામાં માત્ર 10% જ રહી ગઈ છે. સરળ ભાષામાં તેને સમજીએ તો 100Mbps સ્પીડવાળો પ્લાન લેનારા યૂઝર્સને હાલ 10Mbpsની જ સ્પીડ મળી રહી છે.
નવી દિલ્હીઃ ટેલિકોમ સેક્ટરની જેમ બ્રોડબેંડ સેક્ટરમાં પણ હરિફાઈ વધી ગઈ છે. જેના પરિણામે હવે આ ક્ષેત્રમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે અને Reliance JioFiber તેની શરૂઆત કરી દીધી છે. ટેલિકોમ ટોકના રિપોર્ટ પ્રમાણે, કેટલાક યૂઝર્સના કહેવા મુજબ જિયો ફાઇબર કનેકશનની ઈન્ટરનેટ સ્પીડ હવે ઘટી ગઈ છે. ટ્વિટર પર યૂઝર્સે લખ્યું કે, હવે જિયો ફાઇબર કનેકશન સાથે મળનારી અપલોડ સ્પીડ ઓરિજનલ સ્પીડની તુલનામાં માત્ર 10% જ રહી ગઈ છે. સરળ ભાષામાં તેને સમજીએ તો 100Mbps સ્પીડવાળો પ્લાન લેનારા યૂઝર્સને હાલ 10Mbpsની જ સ્પીડ મળી રહી છે. ટ્વિટર યૂઝર્સના કહેવા પ્રમાણે રિલાયન્સ જિયો ફાઇબરમાં થયેલા આ બદલાવતી તેમને કન્ટેન્ટ અપલોડ કે ડાઉનલોડ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. જિયો ફાઇબરના 1Gbps પ્લાનવાળા સબસ્ક્રાઇબર્સને 100Mbpsની અપલોડ સ્પીડ જ મળી રહી છે. રિલાયન્સ જિયો ફાઇબરે થોડા દિવસ પહેલા યૂઝર્સ પાસેથી રૂપિયા લેવાની શરૂઆત કરી દીધી છે. તેમાં નવા યૂઝર્સની સાથે જેમને કંપની પ્રિવ્યૂ ઓફર અંતર્ગત જિયો ફાઇબરની ફ્રી સર્વિસ આપતી હતી તેનો પણ સમાવેશ થાય છે. ફ્રી સર્વિસ આપવાનું કારણ કંપનીએ બિલિંગ સિસ્ટમ તૈયાર ન હોવાનું જણાવ્યું હતું. હવે આ સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે અને યૂઝર્સને જિયો ફાઇબર સર્વિસ માટે રૂપિયા આપવા પડી રહ્યા છે. ICICI બેંકે આજથી લાગુ કર્યો આ નિયમ, ગ્રાહકોને લાગશે મોટો ઝટકો, જાણો વિગત ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરની દાદાગીરી, દારૂના નશામાં પિતા અને પુત્રને ધોઈ નાખ્યા, જાણો વિગત IND v WI: આજે પ્રથમ વન ડે, જાણો કેવું રહેશે હવામાન અને કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ