Infinix INBook X1 Neo: Infinixનુ નવુ બજેટ લેપટૉપ INBook X1 Neo જલદી ભારતમાં લૉન્ચ થવા જઇ રહ્યું છે. આ એક સ્ટુડન્ટ ફ્રેન્ડલી બજેટ લેપટૉપ છે. આ લેપટૉપને 18 જુલાઇએ લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. માહિતી મળી છે કે, કંપની આ લેપટૉપને 25,000 રૂપિયાથી ઓછી કિંમતમાં લૉન્ચ કરશે. Infinix INBook X1 Neoએ લૉન્ચ પહેલા, મૉડલના કેટલીક મુખ્ય સ્પેશિફિકેશન્સની જાણકારી રિપોર્ટ્સના માધ્યમથી સામે આવી છે, અહીં અમે તમને Infinix INBook X1 Neoની લીક ફિચર્સ અને કિંમત વિશે માહિતી આપી રહ્યાં છીએ.
INBook X1 Neo ની Specifications -
INBook X1 પોતાના સેગમેન્ટના સૌથી હલકા (Light Weight) અને સૌથી શક્તિશાળી (Powerful) લેપટૉપમાંનુ એક છે. આ લેપટૉપનુ વજન માત્ર 1.24 કિલોગ્રામ છે.
INBook X1 Neo લેપટૉપ ત્રણ પ્રૉસેસર વેરિએન્ટ i3 (256/512GB), i5 (512GB) અને ટૉપ સ્પીડ i7 (512GB) માં લૉન્ચ કરવામાં આવી રહ્યુ છે.
INBook X1 Neo લેપટૉપમાં અલ્ટ્રા -ડ્યૂરેબલ એલ્યૂમીનિયમ એલૉય -આધારિત મેટલની 50W બેટરી આપવામાં આવી છે.
INBook X1 Neo લેપટૉપમાં કેટલાક અન્ય બેસ્ટ ફિચર્સ આપવામાં આવ્યા છે, જેમાં સ્લિક ડિઝાઇન, મજબૂત બેટરી, ફાસ્ટ પ્રૉસેસિંગ સ્પીડ સામેલ છે.
INBook X1 Neo ની Price -
કંપનીએ INBook X1 Neoની કિંમતને લઇેન હજુ સુધી કોઇ સ્પષ્ટ ખુલાસો નથી કર્યો, વળી બીજીબાજુ એવી ખબર સામે આવી છે કે આ એક બજેટ ફ્રેન્ડલી લેપટૉપ હશે, જેની કિંમત 25 હજાર રૂપિયાથી ઓછી હશે, ઉલ્લેખનીય છે કે આની કિંમત 25,000 રૂપિયા એટલા માટે રાખવામાં આવી છે, જેથી આને વિદ્યાર્થીઓ આસાનીથી ખરીદી શકે. INBook X1 Neo લેપટૉપને ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે લૉન્ચ કરવામાં આવી રહ્યું છે જે ઓછી કિંમત પર એક ફાસ્ટ પ્રૉસેસિંગ, વધુ સ્ટૉરેજ, પર્યાપ્ત બેટરી બેકઅપ અને બેસ્ટ વ્યૂઇંગ એક્સપીરિયન્સ વાળુ લેપટૉપ ઇચ્છે છે.
આ પણ વાંચો........
Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત
Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત
Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી
ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?
Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય