Facebook App Update: મેટા (Meta)ની નજર ખુબ લાંબા સમયથી ચીની શૉર્ટ વીડિયો એપ ટિકટૉક પર છે. વર્ષ 2020માં ભારતમાં ટિકટૉક બેન થયા બાદ મેટાને લૉટરી લાગી ગઇ છે. ઇન્સ્ટાગ્રામ રીલ ફિચર હવે ભારતમાં ટિકટૉકની જગ્યા લઇ ચૂક્યુ છે, પરંતુ લાગે છે કે મેટા આનાથી સંતુષ્ટ નથી. મેટાએ હવે ફેસબુક એપનુ ઇન્ટરફેસ પણ ચેન્જ કરી દીધુ છે, જે પછી Facebook એપ ટિકટૉક જેવી દેખાઇ રહી છે. આવો જાણીએ ફેસબુક એપની આ નવી ડિઝાઇન વિશે ડિટેલ્સમાં......... 


Facebook એપમાં જલદી એક ન્યૂ અપડેટ આવવાનુ છે, જે પછી એક નવુ હૉટ ટેબ દેખાશે, અને આ હૉમ ટેબમાં ફોટોઝ, વીડિયોઝ અને દોસ્તોના સ્ટેટસ દેખાયા કરશે. આ હૉમ ટેબમાં લાઇક અને ફોલો કરવામાં આવેલા પેજને અપડેટ પણ મળશે. આ ટેબમાં સજેશન વાળી પૉસ્ટ પણ દેખાશે, અને અહીં જ તમને ફેસબુક બ્રાઉઝિંગ હિસ્ટ્રી સાથે સંબંધિત પૉસ્ટ જોવા મળશે. કુલ મળીને જોઇએ તો હવે ફેસબુક એપ TikTokની જેમ જ દેખાશે અને ફેસબુક પણ ઇન્સ્ટાગ્રામની જેમ બની ગયુ છે.




New Update આગામી અઠવાડિયે આવશે -  
ફેસબુક (Facebook) એપનુ નવુ અપડેટ આગામી અઠવાડિયે રિલીઝ કરવામાં આવશે. નવા અપડેટ બાદ એક પરેશાન એ બની જશે કે જો તમારો કોઇ દોસ્ત લાંબા સમય બાદ કોઇ પૉસ્ટ કરી રહ્યો છે, તો તેની પૉસ્ટ તમારી ટાઇમલાઇનમાં દેખાવવાની સંભાવના બહુ ઓછી રહેશે, કેમ કે હવે ફેસબુક પુરેપુરી રીતે નવા એલ્ગૉરિધમ (Algorithm) પર કામ કરશે, ફેસબુક હવે તમારા સર્ચ અને ઇન્ટરેસ્ટના આધાર પર કન્ટેન્ટ બતાવશે. નવા અપડેટ બાદ તમને ઘણાબધા શૉર્ટ કટ બટન પણ દેખાશે. 


આ પણ વાંચો........ 


5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત


Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર


પ્રથમ વનડેમાં વિન્ડિઝને છેલ્લી ઓવરમાં બનાવવાના હતા 15 રન, સિરાજ અને સેમસને કર્યો કમાલ, જુઓ લાસ્ટ ઓવર......


Crime News: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર, આરોપીઓમાં રેલવે કર્મચારી પણ સામેલ


Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ


Dangerous Apps: હવે આ 30 એપ્સમાં નીકળ્યો ખતરનાક વાયરસ, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ લિસ્ટ.........