નવી દિલ્હીઃ આજના જમાનામાં આપણે બધા ગૂગલ મેપ્સનો ખુબ ઉપયોગ કરીએ છીએ, કોઇપણ નવી જગ્યાએ જવુ હોય તો આપણે પહેલા લોકોને પુછીને રસ્તો શોધતા હતા, પરંતુ આજકાલ મોબાઇલમાં રહેલી Google Maps તમને તમામ રસ્તાઓ એક જ ક્લિકમાં બતાવી દે છે. જોકે, ઘણીવાર Google Maps ચલાવવા માટે ઇન્ટરનેટ ના હોય તો પણ મુશ્કેલી પડી જાય છે. આવામાં ગૂગલ મેપ્સ કઇ રીતે ચાલશે ? અહીં અમે તમને ગૂગલ મેપ્સ (Google Maps) ને ઓફલાઇન ઉપયોગ કરવાની આસાની રીત બતાવી રહ્યાં છીએ....... 


ખરેખરમાં, ગૂગલ મેપ્સ પર તમને સુવિધા આપવામાં આવે છે કે તમે કોઇપણ લૉકેશન કે એરિયાને સેવ કરી શકો. જોકે આ કામ તમને તે સમયે જ નિપટાવી લેવુ પડશે, જ્યારે ફોનમાં ઇન્ટરનેટ ચાલી રહ્યુ છે. બાદમાં આ સેવ કરવામાં આવેલા ડેટાના ઉપયોગ તમે ઓફલાઇન મૉડમાં કરી શકો છો. આ રીત એન્ડ્રોઇડ અને iOS બન્ને સ્માર્ટફોન પર કરી શકાય છે. જાણો શું છે રીત......... 


Offline મૉડમાં આ રીતે ચલાવો Google Maps


સ્ટેપ 1: સ્માર્ટફોનમાં Google Maps એપ ખોલો.


સ્ટેપ 2: આ પછી ઉપર ડાબી બાજુ પોતાના પ્રૉફાઇલ પિક્ચર પર ટેપ કરો, અને ઓફલાઇન મેપ્સ સિલેક્ટ કરો. 


સ્ટેપ 3: આ પછી 'Select your own map' પર ટેપ કરો અને તે જગ્યાને સિલેક્ટ કરો જ્યાં તમે જઇ રહ્યાં છો. 


સ્ટેપ 4: આ પછી મેપ ડાઉનલૉડ થઇ જશે અને તમે આને ઓફલાઇન પણ એક્સેસ કરી શકો છો. 


ઇન્ટરનેટ વિના Google Mapsનો ઉપયોગ કરવા માટે, મેપ તમારા સ્માર્ટફોનમાં સ્ટૉર થવો જોઇએ. ખાસ વાત છે કે જ્યારે પણ તમે ફોનને Wi-Fi સાથે કનેક્ટ કરશો, તો ડાઉનલૉડ કરવામાં આવેલો મેપ ઓટોમેટિકલી અપડેટ થઇ જશે.


આ પણ વાંચો.......... 


Lalit Modiની ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેન પર વાયરલ થયા આવા જબરદસ્ત Funny Memes, તમે પણ નહીં રોકી શકો હંસવુ....


'મારી પત્ની બની જા, દર મહિને 25 લાખ રૂપિયા આપીશ' બિઝનેસમેને હૉટ એક્ટ્રેસને આપી વિચિત્ર ઓફર, જાણો પછી એક્ટ્રેસે શું કર્યુ..........


ગુજરાતના 15 જિલ્લા સહિત 4 રાજ્યોના 38જિલ્લાનું અલગ ભીલ રાજ્ય બનાવવાનો મુદ્દો ટ્વીટર પર ટ્રેન્ડ, જાણો વિગત


Corona ના વધતા કેસોએ ફરી ચિંતા વધારી, જાણો ક્યાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત થયું


સંસદ ભવન પરિસરમાં હવે ધરણા, ભૂખ હડતાળ કરવા પર પ્રતિબંધ, કોગ્રેસે કહ્યુ- D(h)arna Mana Hai!


Gujarat Rain: રાજ્યમાં 207 જળાશયોમાં 50.91% પાણીનો સંગ્રહ, 36 ડેમ હાઈ એલર્ટ પર