Worldwide Mobile Data Pricing 2022: ભારતમાં (India) મોબાઇલ રિચાર્જ પ્લાન્સ પહેલાની સરખામણીમાં મોંઘા જરૂર થઇ ગયા છે, પરંતુ હજુ પણ ભારતમાં મોબાઇલ ડેટા ખુબ સસ્તો છે. વર્લ્ડ વાઇડ મોબાઇલ ડેટા પ્રાઇસિંગ 2022 (Worldwide Mobile Data Pricing 2022)ના તાજા લિસ્ટમાં ભારતને મોબાઇલ ડેટાના રેટમાં પાંચમાં નંબરનુ સ્થાન મળ્યુ છે. આ રિપોર્ટમાં દુનિયાભરમાં 233 દેશોમાં 1 GB મોબાઇલ ડેટાની કિંમતનો માપદંડ કાઢવામાં આવ્યો હતો. આ લિસ્ટને Cable.co.uk નામની એક વેબસાઇટે જાહેર કર્યુ છે. ખાસ વાત છે કે આ એક પ્રાઇસ કમ્પેરિઝન સાઇટ છે. જાણો ડિટેલ્સ........ 


સૌથી સસ્તુ ઇન્ટરનેટ કયા દેશમાં મળે છે ?


Cable.co.uk ના રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલમાં મોબાઇલ ડેટાની કિંમત સૌથી ઓછી છે. ઇઝરાયેલમાં 1 GB ડેટાની કિંમત 0.04 ડૉલર (ભારતીય મુદ્રામાં 3 રૂપિયા પ્રતિ GB) છે. 
બીજા નંબર પર ઇટાલીનો કબજો છે. ઇટાલીમાં 1 GB ડેટાની કિંમત 0.12 ડૉલર (9.5 રૂપિયા) છે. 
ત્રીજા નંબર પર San Marino આવે છે, અહીં 1 GB ડેટાની કિંમત 0.14 ડૉલર (11 રૂપિયા) છે. 
ચોથા નંબર પર Fiji દેશનુ નામ આવે છે, Fiji માં 1 GB મોબાઇલ ડેટાની કિંમત 0.15 ડૉલર (12 રૂપિયા) છે. 
પાંચમા નંબર પર આપણા દેશ ભારતનુ નામ આવે છે, અહીં 1 GB મોબાઇલ ડેટા 0.17 ડૉલર (13.5 રૂપિયા)માં મળે છે. 


રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલ 5G ટેકનોલૉજીમાં ગ્લૉબલ લીડર (Global Leader) છે. આ ઉપરાંત રિપોર્ટમાં ભારતમાં સસ્તા દરને લઇને એવુ કહેવામાં આવ્યુ છે કે અહીં લોકો મોબાઇલ ડેટા પર વધુ નિર્ભર છે, એટલે કિંમતને ખુબ ઓછી રાખવામાં આવી છે.


સૌથી મોંઘુ ઇન્ટરનેટ કયા દેશમાં મળે છે ?


દુનિયામાં સૌથી મોંઘો મોબાઇલ ડેટા Saint Helenaમાં મળે છે, Saint Helenaમાં 1 GB મોબાઇલ ડેટાની કિંમત 41.06 ડૉલર (3,279.65 રૂપિયા) છે. 
બીજા નંબર પર Falkland Islandsનુ નામ આવે છે, અહીં 1 GB મોબાઇલ ડેટાની કિંમત 38.45 ડૉલર (3,071 રૂપિયા) છે.
ત્રીજા નંબર પર Sao Tome and Principe છે, અહીં 1 GB મોબાઇલ ડેટાની કિંમત 29.49 ડૉલર (2,355.50 રૂપિયા) છે. 
ચોથા નંબર પર Tokelau છે, અહીં 1 GB ડેટા ગ્રાહકોને 17.88 ડૉલર (1428 રૂપિયા) છે. 
પાંચમા નંબર પર Yemen છે, અહીં 1 GB મોબાઇસ ડેટાની કિંમત 16.58 ડૉલર (1324 રૂપિયા) છે. 


રિપોર્ટ અનુસાર, મોંઘો મોબાઇલ ડેટા આપનારા ટૉપ 5 દેશોમાં બે દેશ તો Sub-Saharan Africa રીઝના છે, અને આ પાંચમાંથી ચાર દેશ આઇલેન્ડ દેશ છે. 


આ પણ વાંચો........... 


KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો


Lumpy Skin Disease: લમ્પી વાયરસ અંગે સરકારનું મોટું પગલું, 7 સભ્યોની ટાસ્કફોર્સનું ગઠન કર્યું


Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાના નિયમોમાં થયો મોટો ફેરફાર, 1 ઓક્ટોબર, 2022થી આ લોકો યોજનામાં જોડાઈ શકશે નહીં


Independence Day 2022: આ સ્થળોની મુલાકાત લીધા પછી દરેક ભારતીય દેશભક્તિની લાગણીથી છલકાઈ જશે, એક વાર જરૂર મુલાકાત લો


Independence Day 2022: તમે ભારતને કેટલું સારી રીતે જાણો છો? આ મ્યૂઝિયમમાં નજીકથી જાણવા મળશે આઝાદીનો ઇતિહાસ


Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત