Credit Card Bill Payment: જો તમે પેટીએમના વાપરો (Paytm Users) છો તો આ ખબર તમારા માટે કામની છે. ડિજીટલ પેમેન્ટ એપ પેટીએમે (Paytm) ક્રેડિટ કાર્ડનુ બિલ (Credit Card Bill) ભરનારાઓને મોટો આપતા પોતાના વૉલેટ બેલેન્સમાંથી (Paytm Wallet Balance) બિલ ભરવાનો ચાર્જ મોંઘો કરી દીધો છે. હવે ગ્રાહકોને પેટીએમ વૉલેટથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ (Credit Card Bill Payment) કરવા પર વધુ ચાર્જ આપવો પડશે. 


હવે ગ્રાહકોને આપવો પડશે 1.18% ચાર્જ - 
પહેલા ગ્રાહકોને પેટીએમ વૉલેટ (Paytm Wallet) દ્વારા ક્રેડિટ કાર્ડથી બિલ પેમેન્ટ કરવા પર કોઇપણ પ્રકારની ચાર્જ ન હતો આપવો પડતો, પરંતુ હવે કંપનીના નિયમોમાં ફેરપાર બાદ હવે ગ્રાહકોને 10,000 રૂપિયાતી વધુના ક્રેડિટ કાર્ડ બિલ પર 1.18% ચાર્જ આપવો પડશે. આ ચાર્જ ક્રેડિટ કાર્ડના બિલ પેટીએમ વૉલેટ કરવા પર આપવો પડશે. હવે ગ્રાહકોને 10,000 રૂપિયા પર 10,118 રૂપિયા ચૂકવવા પડશે. 


ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે મળે છે અનેક ઓપ્શન - 
ઉલ્લેખનીય છે કે, કસ્ટમર્સની સુવિધા માટે પેટીએમ કેટલાય પ્રકારના ક્રેડિટા કાર્ડ બિલ પેમેન્ટજ ઓપ્શનને મંજૂરી આપે છે. આમાં યુપીઆઇ (UPI), પેટીએમ બેન્ક (Paytm Bank), ડેબિટ કાર્ડ (Debit Card), પેટીએમ વૉલેટ બેલેન્સ અને નેટ બેન્કિંગ (Net Banking)ના ઓપ્શન સામેલ છે. આની સાથે જ ખાસ વાત છે કે જો તમે તમારુ ક્રેડિટ કાર્ડના બિલનું પેમેન્ટ પેટીએમ બેન્ક, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ કે યુપીઆઇથી કરો છો, તો તમારે એક્સ્ટ્રા ચાર્જ નથી આપવો પડતો, પરંતુ પેટીએમ વૉલેટથી બિલ પેમેન્ટ કરવા પર તમારે 1.18% ચાર્જ આપવો પડશે.


Paytm એપથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરવાની રીત - 


આ માટે સૌથી પહેલા તમે પેટીએમ એપ ઓપન કરો. 
આગળ તમે Recharge and Bill Payment ઓપ્શન પર ક્લિક કરીને Credit Card Payment પર ક્લિક કરો. 
આગળ તમારે ક્રેડિટાનુ બિલ પેમેન્ટ કરવા માટે Pay Bill For New Credit Card ઓપ્શન દેખાશે.
પછી તમારી પાસેથી ક્રેડિટ કાર્ડ નંબરની માંગ કરવામાં આવશે. આને ફિલ કરીને Proceed ઓપ્શન પર ક્લિક કરો. 
આ પછી તમારા પેમેન્ટ ઓપ્શનને સિલેક્ટ કરીને બિલ પે કરી દો.


આ પણ વાંચો........ 


Independence Day 2022: આઝાદીના 75 વર્ષ બાદ દુનિયાની ફાર્મસી બન્યુ ભારત, જાણો કેટલુ બદલાયુ હેલ્થ સેક્ટર?


Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી


India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા


Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...


Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ


Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો


SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો