Samsung Galaxy S23 Ultra Camera: ટેક કંપની સેમસંગ (Samsung) જલદી જ પોતાનો નવો સ્માર્ટફોન Galaxy S23 Ultra લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ટિપ્સ્ટર IceUniverse એ દાવો કર્યો છે કે Galaxy S23 Ultraમાં 200 મેગાપિક્સલનો કેમેરા સેન્સર મળી શકે છે. આ ફોનની ટક્કર Motorola Frontier અને Xiaomi 12T Pro સાથે થશે. 


IceUniverseના એક ટ્વીટમાં કહ્યું કે, Motorola Frontierમાં 200 મેગાપિક્સલનુ સેન્સર છે. જોકે, સેમસંગ ગેલેક્સી એસ23ના સેન્સર વિશે કોઇ જાણકારી નથી. એવુ માનવામાં આવી રહ્યું છે કે સેમસંગ Galaxy S23 Ultraમાં મોટોરોલા ફ્રન્ટિયર વાળુ કેમેરા સેન્સર જ ઓફર કરવામાં આવી શકે છે. Motorola Frontierમાં લાગેલા 200MP કેમેરા સેન્સરને સેમસંગે જ તૈયાર કર્યુ છે. આ સેન્સરનુ નામ 200MP Samsung ISOCELL HP1 છે. રિપોર્ટ્સ અનુસાર, Xiaomi પણ પોતાના નવા ફોન Xiaomi 12T Proમાં 200MP કેમેરો ઓફર કરી શકે છે. 


Galaxy S23 Ultra ની સ્પેશિફિકેશન્સ - 
વળી, સેમસંગ ઉપરાંત મોટોરોલાએ પોતાના આગામી પ્રીમિયમ સ્માર્ટફોનને લૉન્ચ કરવાની અધિકારિક પુષ્ટી કરી દીધી છે. ડિવાઇસને હજુ સુધી કોઇ નામ નથી આપવામાં આવ્યુ. વળી સેમસંગે વર્ષ 2021માં સ્માર્ટફોન માટે બે નવા કેમેરા સેન્સરનો ખુલાસો કર્યો ચે. આમાંનુ એક 50 megapixelનુ જીએન5 સેન્સર છે, અને બીજુ એક 200 મેગાપિક્સલનુ સેન્સર છે. Galaxy S23 સીરીઝમાં કંપની સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રૉસેસર ઓફર કરી શકે છે. 


આશા રાખવામાં આવી રહી છે કે આ ફોન નવેમ્બરમાં લૉન્ચ થઇ શકે છે. આ ઉપરાંત સેમસંગ ગેલેક્સી S23 સીરીઝના ડિવાઇસમાં 40MP નો ફ્રન્ટ ફેસિંગ કેમેરો પણ આવી શકે છે. સેમસંગ ગેલેક્સી S23 સીરીઝ કેમેરા સ્પેશિફિકેશન્સને લઇને 
યૂઝર્સ ખુબ એક્સાઇટમેન્ટ છે. આશા રાખવામાં આવી રહી છે કે ગેલેક્સી S22 એલ્ટ્રાની જેમ નવી S23 સીરીઝનો કેમેરો પણ જબરદસ્ત હશે. 


આ પણ વાંચો........ 


5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત


Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર


પ્રથમ વનડેમાં વિન્ડિઝને છેલ્લી ઓવરમાં બનાવવાના હતા 15 રન, સિરાજ અને સેમસને કર્યો કમાલ, જુઓ લાસ્ટ ઓવર......


Crime News: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર, આરોપીઓમાં રેલવે કર્મચારી પણ સામેલ


Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ


Dangerous Apps: હવે આ 30 એપ્સમાં નીકળ્યો ખતરનાક વાયરસ, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ લિસ્ટ.........