Instagram Tips: ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ટિકટૉક હવે નવા ટ્રેન્ડ બાદ વીડિયોથી ભરાઇ રહ્યાં છે, જ્યાં યૂઝર્સ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સૌથી જુની કૉમેન્ટ્સ શેર કરી રહ્યાં છે, જોકે પ્લેટફોર્મ પર તમારા દ્વારા લખવામાં આવેલી સૌથી જુની કૉમેન્ટને સર્ચ કરવી મુશ્કેલ લાગી શકે છે. પરંતુ વાસ્તવમાં આ એકદમ આસાન છે. ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં જ નવુ ફિચર રિલીઝ કર્યુ છે, જેનો ઉદેશ્ય યૂઝર્સને પૉસ્ટ, કૉમેન્ટ અને અન્ય પ્લેટફોર્મ એક્ટિવિટીને આસાનીથી ડિલીટ કરવામાં મદદ કરે છે.
તમે આ ફિચર્સે 'યૉર એક્ટિવિટી' નામના એક નવા સેક્શન અંતર્ગત એક્સેસ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ હવે મૉનિટર કરી શકે છે, અને હવે પૉસ્ટ, સ્ટૉરીઝ, IGTV અને રીલિસ જેવી કન્ટેન્ટને બલ્ક ડિલીટ કે અર્કાઇવ કરી શકો છો. તમે આવુ તમારી કૉમેન્ટ્સ, લાઇક્સ, સ્ટૉરી સ્ટીકર રિએક્શન વગેરે સાથે પણ કરી શકો છો, જે મંચ પર એક જ સ્થાન પર કરવામાં આવ્યા છે. જો તમે જાણવા માંગો છો કે ઇન્સ્ટાગ્રામ પર તમારી પહેલી કૉમેન્ટ શું હતી, તો બસ તમારે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે..........
આ છે આખી પ્રૉસેસ -
સૌથી પહેલા તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
હવે બૉટમમાં રાઇટ કૉર્નર પર આવી રહેલા પોતાના ફોટા પર ક્લિક કરો અને પ્રૉપાઇલમાં જાઓ.
હવે સ્ક્રીનની ટૉપ પર રાઇડ કૉર્નરમાં આવી રહેલા 3 ડૉટ પર ટેપ કરો.
હવે મેન્યૂમાં યૉર એક્ટિવિટી પર ટેપ કરો.
આ પછી Interactions પર ટેપ કરો.
હવે Comments પર ટેપ કરો.
હવે Sort & Filter પર ટેપ કરો.
હવે Oldest to Newest પર ટેપ કરો.
હવે Apply પર ટેપ કરો.
આ પણ વાંચો........
ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”
ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર
કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ
ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો