Facebook Dark Mode Feature: દુનિયાભરમાં આઇફોન (iPhone) યૂઝર્સ માટે ફેસબુક ડાર્ક મૉડ (Dark Mode) એ અચાનક કામ કરવાનુ બંધ કરી દીધુ. કેટલાય યૂઝર્સે સોશ્યલ મીડિયા પર ફરિયાદ કરી છે કે, ફેસબુકના ડાર્ક મૉડે અચાનકથી તેમના આઇફોન પર કામ કરવાનુ બંધ કરી દીધુ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આઇઓએસ પર લેટેસ્ટ એપ અપડેટ બાદ આ સમસ્યા સામે આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, એપ દરેક વખતે ઓપન કર્યા પછી ટ્રેડિશનલ બ્રાઇટ મૉડ (Bright Mode) માં પાછી આવી જાય છે. Facebookની iOS એપનુ લેટેસ્ટ 379.0 વર્ઝન, 'કેટલાક ક્રેશને ઠીક કરવા અને સુવિધાઓને ઝડપથી ફાસ્ટ લૉડ કરવા' માટે રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ હવે અલગ ખબર સામે આવી રહી છે. જોકે, એ સ્પષ્ટ નથી કે ફેસબુક દ્વારા આ બગને ક્યાં સુધી ઠીક કરી દેવામાં આવશે. આવામાં તમે ડાર્ક મૉડને પાછુ લાવવા ખુદ પ્રયાસ કરી શકો છો.
ફેસબુક પર ડાર્ક મૉડ કઇ રીતે કરશો ઓન -
હવે પોતાના ફોનમાં મેનૂ પર જાઓ સૌથી નીચે સેટિંગ એડ પ્રાઇવસી (Setting and Privacy) સર્ચ કરો.
આ પછી સેટિંગ્સ પર ટેપ કરો અને પછી નીચેની બાજુએ સ્ક્રૉલ કરીને તમે અન્ય એપ્સમા ફેસબુક એપ શોધો.
'ડાર્ક મૉડ' પર ટેપ કરી દો અને આને ઓપન કરો.
જો તમે ઇચ્છો છો કે તમારો iPhone સામાન્ય રીતે ડાર્ક મૉડ પર સેટ રહે, તો તમે સિસ્ટમ ઓપ્શન પસંદ કરી શકો છો. આ પછી તમારી ફેસબુક એપ તમારા હાલના આઇફોનના બેકગ્રાઉન્ડ સેટિંગ્સના આધાર પર ઓટોમેટિકલી ડાર્ક મૉડ કે લાઇટ મૉડમાં ફેરવાઇ જશે. જો ડાર્ક મૉડ હજુ પણ સ્ટાર્ટ ના થતુ હોય તો તમે ફેસબુક એપને અનઇન્સ્ટૉલ કરી શકો છો, અને પછીથી ફરીથી ઇન્સ્ટૉલ કરી શકો છો.
ડાર્ક મૉડ શું છે ?
ડાર્ક મૉડ (Dark Mode) વેબસાઇટ કે મોબાઇલ એપ પર બ્લેક બેકગ્રાઉન્ડથી લાઇટ વ્હાઇટ ઇન્ટરફેસને રિસ્પેલ કરી દે છે. આનાથી સ્ક્રીનને વાંચવામાં આસાની થઇ જાય છે, આનાથી ચમકદાર સફેદ રોશનીના કારણે આંખોમાં થનારા તણાવથી રાહત મળે છે. ફેસબુક એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ તમામ માટે પોતાનું ડાર્ક મૉડ ઓપ્શન આપે છે. ઉલ્લેખનીય છે કે, ડાર્ક મૉડ માત્ર આંખો પર દબાણ જ ઓછુ નથી કરતુ પરંતુ સાથે સાથે OLED ડિસ્પ્લે પર બેટરીની થોડીઘણી બચત પણ કરવામાં સક્ષમ હોય છે.
આ પણ વાંચો......
AHMEDABAD : સંબંધોને શર્મશાર કરતી ઘટના, મામાએ 12 વર્ષની ભાણી પર નજર બગાડી
Adani Total Gas: અદાણી ટોટલ ગેસે PNG અને CNG ના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
Google Play Storeએ 10 વર્ષ કર્યા પુરા, અહીં વાંચો તેના 10 વર્ષનો સફર.......