નવી દિલ્હીઃ આખી દુનિયામાં અનેક યુઝર્સ માટે ટ્વિટર ડાઉન થયું છે. એકવાર ફરી ટ્વિટર યુઝર્સ વેબસાઇટ અને એપ પર નવા ટ્વિટ કરી શકતા નથી. કેટલાક યુઝર્સ માટે ટ્વિટર પુરી રીતે બંધ થઇ ગયું છે અને તેઓ પોતાના ટ્વિટ જોઇ શકતા નથી. એપ ખોલતાની સાથે ડેશબોર્ડ “Something went wrong. Try reloading”ના મેસેજ સાથે બ્લેન્ક થઇ ગયું છે.


આ પ્રથમ વખત નથી જ્યારે આ સોશિયલ મીડિયા ડાઉન થઇ ગયુ છે. છેલ્લા શુક્રવારે પણ ટ્વિટરે કહ્યું હતું કે તેમણે એક ટેકનોલોજી બગ ઠીક કરી દીધું છે જે ટાઇમલાઇનને લોડ થવા અને ટ્વિટને પોસ્ટ કરતા રોકી રહ્યું હતું.


ડાઉન ડિટેક્ટર અનુસાર, ભારત અને અમેરિકા સહિત વિશ્વના ઘણા ભાગોમાં ટ્વિટરનું સર્વર લગભગ એક કલાક સુધી ડાઉન હતું. તે જ સમયે ટ્વિટરે  જણાવ્યું હતું કે ટાઈમલાઈનને લોડ થવાથી અને ટ્વીટ્સને પોસ્ટ થવાથી અટકાવતી ટેકનિકલ ભૂલને ઠીક કરવામાં આવી છે.


તાજેતરમાં ટ્વિટરે એક નવું ડાઉનવોટ બટન રજૂ કર્યું છે, જે ક્લિક કરવાથી નારંગી થઈ જાય છે. ટ્વિટરે વૈશ્વિક સ્તરે ડાઉનવોટ સુવિધાને રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે તેથી તે હવે દરેકને દેખાશે. આ સુવિધા પહેલા વપરાશકર્તાઓના પસંદગીના જૂથ માટે ઉપલબ્ધ હતી અને હવે વૈશ્વિક દર્શકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે અત્યાર સુધી આ પ્રાયોગિક સુવિધાને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને લોકો આ પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ જોવા માંગે છે તે સમજવામાં કંપનીને મદદ કરી છે. ટ્વિટરે સૌપ્રથમ 2021 માં વેબ વપરાશકર્તાઓ સાથે ડાઉનવોટ ટ્રાયલ શરૂ કર્યું હતું અને માઇક્રોબ્લોગિંગ સાઇટ હવે તેને iOS અને Android વપરાશકર્તાઓ માટે પણ રોલ આઉટ કરવાની યોજના બનાવી રહી છે.


 


ચીનની આ દિગ્ગજ મોબાઇલ કંપની ભારતમાં 2023 સુધી કરશે 3,500 કરોડનું રોકાણ, જાણો શું છે પ્લાનિંગ........


EPFO સભ્ય છો ? તો જાણી લો સરકાર તમારા માટે શું શું આપી રહી છે લાભ, શું છે ફાયદો, જાણો વિગતે


 


AADHAR: તમે માત્ર એક મોબાઈલ નંબરથી આખા પરિવારનું આધાર PVC કાર્ડ મગાવી શકો છો, આ રીતે સરળતાથી અરજી કરી શકો છો


 


મોદી સરકાર યુવાનોને દર મહિને આપી રહી છે 25000 રૂપિયા અને કાયમી નોકરી? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા